પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમનો હું બિયારણો લેવા માટે ઉપયોગ કરું છું

  • January 02, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન આરોગ્ય યોજના થકી મારા હ્રદયની બીમારીની સારવાર વિનામૂલ્યે થઈ

જામનગર સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે. અને સમજૂતી પણ આપવામાં આવી રહી છે.
જામનગર તાલુકાના બેડ ગામના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત ભરતભાઇ કણજારીયા જણાવે છે કે, આ યોજનાનો લાભ મને મળતા દર વર્ષે ૬૦૦૦ની સહાય ૨૦૦૦ના ત્રણ હપ્તા દ્વારા સીધી મારા બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે.
આ પૈસાનો હું ખેતી માટે ઉપયોગી સાધનો, બિયારણ, જંતુનાશક દવાઓ લેવા માટે કરું છું. તે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. આપણે આપણી આજુબાજુના લોકોને પણ સરકારની યોજનાના લાભો વિષે સમજૂતી આપવી જોઈએ. જેથી કરીને તેઓ પણ સરકારની યોજનાઓ થકી લાભાન્વિત થાય.
બીજી તરફ જામનગર તાલુકાના બેડ ગામે રહેતા ઇશાકભાઈ પુપર જણાવે છે કે, મને હ્રદયની બીમારીની હતી. જેથી હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલ તરફથી સારવારના ૨લાખ થશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ નજીકના સરકારી કેન્દ્રમાં જતાં ત્યાંનાં ડોક્ટરે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવતા મેં સરકારની આ યોજનાનો લાભ લીધો અને તેમાં ૧૦ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.
મારા હ્રદયની બીમારીની સારવાર આ કાર્ડ થકી વિનામૂલ્યે થઈ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને પણ નિવેદન કરું છું કે જેમની પાસે પણ આયુષ્માન કાર્ડ ન હોય તેઓ આ કાર્ડ સહેલાઈથી કઢાવી સરકારની આરોગ્યલક્ષી સેવાનો લાભ મેળવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application