BREAKING NEWS

પ્રેગનન્ટ પત્ની પર બિલાડીએ હુમલો કર્યો, પતિએ પથ્થરના 5 ઘા મારી બિલાડીની ક્રૂર હત્યા કરી, અમદાવાદની ચોંકાવનારી ઘટના

  • December 22, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેગનન્ટ પત્ની પર બિલાડીએ હુમલો કર્યો હતો. બાદમાં ડોક્ટરને બતાવવા જતા ડોક્ટરે કહ્યું કે તમારા ગર્ભ પર જોખમ છે. આ વાતનો ખાર રાખીને મહિલાનો પતિ હેવાન બન્યો અને બિલાડીને પકડીને કોથળીમાં ભરી ખુલ્લા વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં બિલાડીને પછાડી હતી અને પથ્થરના પાંચ ઘા માર્યા હતા. બાદમાં બિલાડીની ડોક પર પગ રાખી રગદોળી હતી. આ રીતે બિલાડીની ક્રૂર હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને તેની ધરપકડ કરી હતી. 


બિલાડીએ હુમલો કરતા તેને મારી નાંખી હતી

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં બિલાડીની ક્રૂરતાપૂર્વક હત્યા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. વાડજ પોલીસે ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. વીડિયોમાં દેખાતા રાહુલ દંતાણીને ઝડપીને કાર્યવાહી કરાઈ છે. રાહુલની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો હતો. ડોક્ટરે આ હુમલાથી પત્નીના ગર્ભને જોખમ હોવાનું કહ્યું હતું. જેથી પતિએ ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કરતા તેને મારી નાંખી હતી.


આરોપી ઉશ્કેરાયો હતો

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બિલાડીની ક્રૂરતા પૂર્વક હત્યા કરવાનો મામલો નોંધાયો છે. એક જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીની પત્ની ગર્ભવતી છે તે બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી અચાનક ભડકી હતી અને તેની પર એટેક કર્યો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. ડોક્ટરે ગર્ભમાં જોખમ હોવાનુ કહેતા જ આરોપી ઉશ્કેરાયો હતો.


રહીશોએ બિલાડીને પાળી હતી

આરોપીએ બિલાડીને કોથળામાં પૂરીને એએમસીના ખાલી પ્લોટમાં લઈ જઈને બિલાડીને ક્રૂરતા પૂર્વક મારી નાંખી હતી. બલોલનગરના ઔડાના મકાનમાં આ આરોપી રહેતો ત્યાંના રહીશોએ બિલાડીને પાળી હતી. વાડજ પોલીસે આરોપી રાહુલ દંતાણીની ધરપકડ કરી તેની સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે આ ઘટનામાં અન્ય આરોપીઓની સંડોવણીને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application