હાલાર પંથકમાં કલાત્મક તાજીયાઓનું ઝુલુસ દરમ્યાન દરબારગઢ વિસ્તાર ખાતે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની ખાસ ઉપસ્થિત
મહોરમના તહેવાર દરમ્યાન જામનગર પોલીસ દ્વારા સતત ૩ દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા પોલીસ અધિકારીઓનું કરાયું સન્માન
જામનગર શહેરમાં મહોરમના તહેવાર દરમ્યાન જામનગર પોલીસ દ્વારા સતત ૩ દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લીમ સમાજના અગ્રણી દ્વારા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વિપુલસિંહ ડોડીયા, સહિત ના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં આ વર્ષે મોહરમના તહેવાર ની ભવ્ય ઉજવણી થઇ હતી. ઠેર-ઠર શહેરમાં અનેક વિસ્તારમાં તાજિયા પડમાં આવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત ૩ દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગરના જિલ્લા પોલીસ વડા થી લઈ ને અનેક અધિકારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તાજિયાના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ મુસ્લિમ બિરદારોને ખુબ સારો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.
જે બદલ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝનના પીઆઇ વિપુલસિંહ ડોડીયા, એલસીબી શાખા ના પીઆઇ વિનોદ ચૌધરી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પીઆઇ ઇદરીશખાન ધાસુરા અને એલઆઇબી શાખા ના એએસઆઇ બસીરભાઇ મલેક સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફનું મુસ્લિમ સમાજ ના અગ્રણી દ્વારા સન્માન કરી તેઓની સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાળા, ચાંદીના તાજીયા ના પરવાનેદાર સૈયદ મોહમદસિદ્દીક, સિપાઈ સમાજના પ્રમુખ હુસૈનખાન પઠાણ, ગુજરાતી બારીગર જમાતના પરવાનેદાર અબ્બાસભાઇ કાઝી, યુવા મુસ્લિમ અગ્રણી મોસીનભાઇ ખફી અને પટણી જમાતના પરવાનેદાર અસગરભાઇ શેખ સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.