જુના પાદર ગામે પત્નીના હાથે પતિની હત્યાં

  • February 06, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદરગામની સીમમાં આજથી અગિયાર દિવસ પહેલાં જ પરણીને આવેલી પરણીતાએ આવેશમાં આવી પતિના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જેસર પોલીસે હત્યાં અંગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જેસર તાલુકાના જૂનાપાદરગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ખેડૂત વજુભા જોરૂભા ગોહિલ ના સમાજમાં લગ્ન લાયક કન્યા ન મળતા તાજેતરમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગવાણ ગામની યુવતી દિપીકા વનસિંગ વસાવા સાથે વિવાહ નક્કી કર્યાં હતાં અને ગત તા.૨૪-૦૧-૨૦૨૪ ના રોજ ગવાણ ગામે વજુભાના ફૂલહાર કરી દિપીકા સાથે લગ્ન કર્યા હતા. અને આ યુવતીને લઈ પરીવાર જૂનાપાદરગામે આવ્યો હતો. દરમ્યાન ઘરકામને લઈને નવદંપતિ વચ્ચે દરરોજ ચકમક થતી હતી. દરમ્યાન ગતરોજ રાત્રીના સમયે વજુભાએ પત્ની દિપીકાને ઘરકામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલી દિપીકાએ પતિ વજુભાને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દેતા વજુભા ખાટલામાં જ લોહીલુહાણ હાલતે ઢળી પડ્યો હતો. અને દિપીકા ફરાર થઈ ગઈ હતી. બનાવ અંગે પડોશીએ મૃતકના પિતરાઈ ભાઈને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વજુભાને તત્કાળ સારવાર અર્થે જેસર પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ દિપીકા વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News