સુરતમાં ઘર કંકાસથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી, પછી પોતે ઝેરી દવા પીને ઊંચી ટાંકી પરથી કૂદીને આપઘાત કર્યો

  • December 16, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના ઓલપાડમાં રોજે રોજના ઘર કંકાસથી કંટાળીને પતિએ પત્નીને કુહાડીના ઘા મારી પતાવી નાખતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. ઓલપાડ ખાતે રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડે ઘરમાં રોજ થઈ રહેલ કજિયાથી કંટાળી પોતાની પત્ની લક્ષ્મી રાઠોડની હત્યા કરી દીધી હતી.


પત્નીને માથામાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કરી પતિ ધનસુખ ભાગી ગયો અને ગામની સીમમાં જઈ ઝેરી દવા પી ઊંચી પાણીની ટાંકી પરથી કૂદી આપઘાત કરી લીધો હતો. મર્ડર અને આપઘાતની ઘટનાને લઈને ઓલપાડ પોલીસ દોડતી થઈ છે. ઓલપાડ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application