ભુવાના કહેવાથી તેના સાળા સાથે ત્યકતાએ લગ્ન કર્યા: બીજી સ્ત્રી સાથે અફેર છે કહી પતિએ તરછોડી

  • November 21, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાએ બાલાજી હોલ પાસે આસ્થા ૨૫ વારિયામાં રહેતા પતિ વાલજી ખીમજીભાઇ રાઠોડ, નણદં રેખા લલિતભાઈ પરમાર અને નણદોયા લલિત પરમાર તેમજ વઢવાણના વાડલા ગામે રહેતા સાસુ બાલુબેન ખીમજીભાઇ રાઠોડ અને જેઠ અરવિંદ ખીમજી રાઠોડના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ માં તેના લ અમદાવાદમાં રહેતા મુકેશ રાઠોડ સાથે થયા હતા જેના થકી સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર અને ૧૦ વર્ષની પુત્રી છે પતિ મારકૂટ કરી ત્રાસ આપતો હોય જેથી છૂટાછેડા લઈ લીધા હતા. પુત્ર પતિ સાથે રહે છે યારે પરિણીતા પોતાની પુત્રી સાથે અમદાવાદમાં ભાડે મકાન રાખી રહેતી હતી. સાતેક વર્ષ પૂર્વે પતિનો ફોન આવ્યો હતો અને તે રાખવા માંગતો હોય તેવી વાત કરી હતી. જેથી ફરિયાદી આ વાત પોતાની માતાને કરતા તેણે કહ્યું હતું કે, આસ્થામાં મેલડી માતાના ભુવા છે તેની પાસે જઈને તું જાણી આવ કે તારા પતિમાં સુધારો આવ્યો છે.
બાદમાં પરિણીતાએ ભુવા લલિત પરમાર પાસે ગઈ હતી અને આ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, તે વ્યકિતમાં કોઈ સુધારો થયો નથી. તને તથા તારી દીકરીને સારી રીતે રાખશે નહીં. જો તારે લ કરવા હોય તો મારો સાળો જે રાજકોટમાં રહે છે તેનું નામ વાલજી છે તે તારી અને તારી દીકરીની જવાબદારી લેશે આ રીતે વાત કર્યા બાદ રાજકોટમાં ચામુંડાનગર શેરી નંબર સાત ખીજડાવાળા રોડ પર રહેતા વાલજીના ઘરે પરિણીતા ગઈ હતી અને બાદમાં વાત નક્કી થતાં વર્ષ ૨૦૨૩ માં તેણે આ વાલજી સાથે લ કર્યા હતા. લના એકાદ માસ બાદ પતિ–પત્ની દીકરી સાથે વઢવાણના વાડલા ગામે કુળદેવી માતાના નૈવેદ કરવા માટે ગયા હતા. બાદમાં રાજકોટ આવી ગયા હતા. દરમિયાન સાસુનું આધાર કાર્ડની ઝેરોક્ષ ન મળતા પરિણીતા સાથે ઝઘડો કરી ગાળો આપી તેનો થેલો ખોલી ડોકયુમેન્ટ તે લઈ લીધા છે તેમ કહી બે ત્રણ ઝાપટો મારી દીધી હતી અને સાસુએ નણદં રેખાને ફોન કરી બોલાવતા સાસુ અને નણદં બંને મળી પરિણીતાના માથાના વાળ ખેંચી અને જાપટો મારવા લાગ્યા હતા. આ દરમિયાન પતિ વાલજી આવી જતા તેણે પણ આ લોકોનો સાથ આપી પરિણીતાને તેની દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી.
બાદમાં પરિણીતા રૈયાધારમાં ભાડના મકાનમાં રહેવા ગઈ હતી આ દરમિયાન તે સગર્ભા બનતા પાંચેક માસનો ગર્ભ હતો ત્યારે કાકીજી હીરાબેનનો દીકરો દેવજી રાઠોડ જે જેઠ થતો હોય તે ફોન કરી કહેવા લાગ્યો હતો કે, ફોનમાં તેની લાજ નહીં કાઢવાની તું મને બહત્પ ગમે છે તેવી વાત કરી હતી જે પરણીતા રેકોડિગ કરી લીધું હતું બાદમાં આ બાબતે પતિને વાત કરતા તેણે દેવજીની પત્ની બબુને ફોનમાં આ વાત કરી હતી બાદમાં પતિ–પત્ની બંને બાબુબેનના ઘરે ગયા હતા ત્યારે અહીં સાસુ, જેઠ અરવિંદ દેવજી, કાકીજી સાસુ હીરાબેન જેઠાણી, બબુ સહિતનાએ આ બાબતે ગાળો આપી પરિણીતાએ માર મારતા તેને વઢવાણમાં દાખલ કરવામાં આવી હતી. અને જે બાબતે તેણે પોલીસમાં અરજી પણ કરી હતી. બાદમાં સમાધાન થઈ ગયું હતું ચારેક માસ બાદ પરિણીતાએ સિઝિરયનથી બાળકીને જન્મ આપ્યો હતો જેના સવા મહિના બાદ તે પતિ તથા બાળકો સાથે વાડલા ગામ માતાજીના મંદિરે માનતા ઉતારવા ગઈ હતી ત્યારે કાકાજીનો દીકરો દેવજી આવ્યો હતો અને ત્યાં પરિણીતાના સાસુ બાલુબેન, જેઠ અરવિંદ તથા નણદં રેખાએ બોલાચાલી કરી અગાઉની વાતનો ખાર રાખી ઢીકાપાટુનો માર માર્યેા હતો અને નણંદે ત્રણેક ઝાપટો મારી હતી. પરંતુ બાળકોનો વિચાર કરી જે તે સમયે ફરિયાદ કરી ન હતી.
બાદમાં પરિણીતા ઘરે આવી ગયા બાદ બે દિવસ પછી પતિ વાલજી પરિણીતાને એના બાળકોને મૂકીને જતો રહ્યો હતો અને ફોન સ્વીચ ઓફ આવતો હતો. નવ એક દિવસ બાદ ભાઈબીજના દિવસે ઘરે આવ્યો અને કહ્યું હતું કે, મારે તારા સિવાય બીજી ક્રી સાથે અફેર છે તું મને છુટાછેડા આપી દે હત્પં તને કે તારી દીકરીને નહીં રાખું. તારી દીકરી એ મારી દીકરી નથી. જેથી અંતે કંટાળી જઇ પરિણીતાએ પતિ વાલજી, સાસુ બાલુબેન, જેઠ અરવિંદ, નણદં રેખા અને નણંદોયા લલિત સામે આ ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News