મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં શિકારી ટોળકી ફરી એક વખત સક્રિય થઈ છે.થોડા સમય પૂર્વે પક્ષોએ ને મારવાના બનાવ બન્યા હતા. મહુવા તાલુકાના લોંગડી ગામે નાળા નીચે ગત રાત્રીએ અજાણ્યા શખ્સોએ કબૂતરનો શિકાર કરતા હોવાની જાણ થતા ગૌ-રક્ષક દિલીપભાઈ ચૌહાણ સહિતની ટીમે દોડી જઈ પડકારતા પાચેક શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટયા હતા.
જોકે લોકોએ લોયંગા ગામ સુધી શખ્સોનો પીછો કર્યો હતો પરંતુ હાથ લાગ્યા ન હતા. બાદમાં આઠ જેટલા કબૂતર મૃત હાલતમાં જોવા જોવા મળ્યા હતા. જયારે ત્રણેક કબૂતર જીવંત હાલતમા મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી કબૂતરનો શિકાર કરવા માટેના સામાન સાથેની થેલી મળી આવી હતી. ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. સાથે વન વિભાગ દ્વારા શિકારી શખ્સોને પકડી લેવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech