ભારત અને જર્મનીના પુરાતત્વ નિષ્ણાતોને સંશોધન દરમિયાન આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં મધ્ય–પેલિઓલિથિક સમયગાળાના પથ્થરના સાધનો મળ્યા છે. આ ૧.૩૯ લાખ વર્ષ જૂના હોવાનું કહેવાય છે. પથ્થરોની પ્રાચીનતા લોકપ્રિય માન્યતાને રદિયો આપે છે કે ફકત આધુનિક માનવીઓ (હોમો સેપિયન્સ) જ આવા સાધનો બનાવી શકયા હશે. રિસર્ચ ટીમે હજુ સુધી એ નથી જણાવ્યું કે આ સાધનો કોણે બનાવ્યા હશે. આ પથ્થરો અંડાકાર ત્રિકોણાકાર અને પોઇન્ટેડ છે.
પુરાતત્વ નિષ્ણાતો પણ આ શોધથી આશ્ચર્યચકિત છે, કારણ કે હોમો સેપિયન્સ આફ્રિકા છોડીને મધ્ય પેલેઓલિથિક સમયગાળા સુધી દક્ષિણ એશિયા પહોંચ્યા ન હતા. તેણે અનુમાન કયુ કે કદાચ માનવીના લુ પૂર્વજો પણ પથ્થરમાંથી ઓજારો બનાવવામાં માહિર હતા. આ ખોદકામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા (ગુજરાત)ના આસિસ્ટન્ટ પ્રોફેસર અનિલ દેવરાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
આર્કિયોલોજી એકસપર્ટ અનિલ દેવરા કહે છે કે રેતલાપલ્લેમાં સાધનો બનાવનારાઓની ઓળખ હજુ પણ એક રહસ્ય છે. આનુવંશિક પુરાવા મુજબ, હોમો સેપિયન્સ આફ્રિકામાંથી ૬૦,૦૦૦ અને ૭૦,૦૦૦ વર્ષ પહેલાં ઉભરી આવ્યા હતા. દસ વર્ષ પહેલાં, આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના વાલાપુરમમાં ૭૭,૦૦૦ વર્ષ જૂના પથ્થરના ઓજારો મળી આવ્યા હતા. પછી સંશોધકોએ અનુમાન લગાવ્યું હતું કે કદાચ તેઓ હોમો સેપિયન્સ દ્રારા બનાવવામાં આવ્યા હશે.
બે દાયકા પહેલા, ચેન્નાઈ નજીક અથિરમપક્કમ નામના પ્રાગૈતિહાસિક સ્થળમાંથી મળેલા પથ્થરના સાધનો લગભગ ૩.૭૨ લાખ વર્ષ જૂના હોવાનું કહેવાય છે. કર્ણાટકમાં ૧૨ લાખ વર્ષ જૂના ઓજારો મળી આવ્યા છે, જેને 'એચ્યુલિયન' (ચેલિયન સભ્યતાના છેલ્લા તબક્કા) ઓજારોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. આ સંભવત: હોમો ઇરેકટસ (માનવની લુ પ્રજાતિ) દ્રારા બનાવવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech