રાજકોટ જીલ્લાના નાની પરબડી ગામમાંથી મળી માનવ કંકાલ ખોપડી

  • August 07, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીના નાની પરબડી ગામ અને નાની સાંકળી વચ્ચે આવેલ ઘણા સમયથી બંધ હાલતમા પડેલી નિસાન નામના પ્લાસ્ટીક કારખાનામા પાણીના ટાંકામાંથી માનવ કંકાલ ખોપડી મળી આવી હતી.


આ ઘટના મા ધોરાજી પોલીસ, પીએસઆઈ, પીઆઈ, ક્રાઇમ બ્રાંચ, ફોરેન્સિક બ્રાંચ ટીમ, મામલતદાર તંત્ર અને મેડિકલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે આ માનવ કંકાલ ખોપડી કબ્જે કરેલ છે અને ફોરેન્સિક રીપોર્ટ અને આગળની તપાસ માટે મોકલવામાં આવી છે. હાલ આ ઘટનાને લઈને નાની પરબડી પંથકમા મોટો મુદ્દો બની ગયો છે અને બધે જ તેની ચર્ચા થઇ રહી છે. આ ખોપડી મળી છે તે કોની છે અને હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણથી ત્યાં પહોંચી છે તેની તપાસ પોલીસ તંત્ર કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application