ધ્રોલના હજામચોરાની સીમમાં યુવાને કુવો પુર્યો

  • December 02, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગાઇ થતી ન હોવાથી લાગી આવતા પગલુ ભર્યુ
ધ્રોલના હજામચોરા સીમમાં આવેલ કુવામાંથી ગઇકાલે કાલાવડ ફાયર બ્રિગેડને ટુકડીએ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપી આપ્યો હતો દરમ્યાન મરનાર મુળ એમપીના અને હાલ ખેતમજુરી કરતો હોવાનું તેમજ સગાઇ થતી ન હોવાથી મનમાં લાગી આવતા કુવામાં ઝંપલાવીને પગલુ ભર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
જોડીયાના બાદનપર ગામના હસુભાઇ કાનાણીની વાડી ખાતે રહીને ખેતમજુરી કરતા મુળ એમપીના ધાર જીલ્લાના ગીરધા ગામના વતની મુકેશ ઇન્દુભાઇ બામણીયા (ઉ.વ.૨૧) નામના આદીવાસી યુવાનની સગાઇની બે ત્રણ જગ્યાએ વાતચીત થયેલ હોય પરંતુ સગાઇ થતી ન હોય જેથી છેલ્લા દસેક દિવસથી નિરાસ રહેતો હતો અને આ બાબતનું મનમાં લાગી આવતા ગઇકાલે હજામચોરાની સીમમાં આવેલા ઉંડા કુવામાં ઝંપલાવતા ડુબી જવાથી મૃત્યુ થયુ હતું.
આ બનાવ અંગે શેરુ ઇન્દુભાઇએ ધ્રોલ પોલીસમાં ગઇકાલે જાણ કરી હતી જનેા આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉંડા કુવામાં યુવાન પડી ગયાની વિગતો મળતા આ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તાકીદે ફાયરની ટીમ આવી પહોચી હતી અને કુવામાંથી મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોપી આપ્યો હતો.
***
મીઠાપુર નજીકના દરિયાકિનારે તણાઈ આવ્યું માનવ કંકાલ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મીઠાપુર નજીકના દરિયામાંથી કિનારેથી ગઈકાલે એક માનવીનું હાડપિંજર જેવું મળી આવતા આ અંગે સ્થાનિક રહીશે પોલીસને જાણ કરી હતી. જે સંદર્ભે પોલીસ સ્ટાફે જરૂરી તપાસ શરૂ કરી છે.
આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મીઠાપુરથી આશરે પાંચ કિલોમીટર દૂર આરંભડા ગામની સીમમાં આવેલી એક ખાનગી કંપનીના પાછળના ભાગે આવેલા દરિયા કિનારે સ્થિત ચેરના ઝાડની ઝાડીઓમાં એક માનવ કંકાલ પડ્યું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા આ અંગે આરંભડા ખાતે રહેતા ભગતભા રાણાભા માણેકએ મીઠાપુર પોલીસને જાણ કરી હતી. જેના અનુસંધાને સ્થાનિક પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો.
અહીં કોઈ અજાણ્યા સ્ત્રી અથવા પુરુષનું હાડપિંજર પડ્યું હોવાથી આ વ્યક્તિ કોઈપણ કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામી હતી અને તેના શરીરના ભાગો ખવાઈ ગયા બાદ તેનું હાડપિંજર દરિયાકિનારે તણાઈને આવી ગયું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application