મેદાનની સરખામણીમાં તિબેટના પહાડોમાં ઓકિસજનનો અભાવ છે. મેદાનોમાં રહેતા લોકોને પહાડોમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પરંતુ છેલ્લા દસ હજાર વર્ષમાં પહાડોમાં રહેતા લોકોના શરીરમાં તેમની ભૌગોલિક સ્થિતિ અને હવામાન પ્રમાણે બદલાવ આવ્યો છે. આ ભૌગોલિક પરિસ્થિતિ હવામાન અને ભૌતિક જરિયાતો અનુસાર થાય છે. મેદાનોમાં રહેતા લોકો યારે પર્વતો પર જાય છે ત્યારે તેઓને ઐંચાઈની સમસ્યાનો સામનો કેમ કરવો પડે છે? યારે પહાડો પર રહેતા લોકો સાથે આવું થતું નથી. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તિબેટમાં રહેતા લોકોનો અભ્યાસ કર્યેા હતો. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
અમેરિકાની કેસ વેસ્ટર્ન યુનિવર્સિટીના નૃવંશશાક્રી સિન્થિયા બીલે જણાવ્યું હતું કે તિબેટના લોકોએ ૧૦ હજાર વર્ષથી તેમની ઐંચાઈ પર રહેણાંક વિસ્તારોને અનુકૂલિત કર્યા છે. તેના શરીરનો વિકાસ થયો છે. તેઓ યાં રહે છે તે ઐંચાઈ પર મેદાની વિસ્તારના લોકોને માથાનો દુખાવો, ભારે દબાણ, કાનમાં હવાનું દબાણ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તે લોકોને આ સમસ્યા થતી નથી. સિન્થિયા કહે છે કે આ બતાવે છે કે કેવી રીતે મનુષ્ય જ એકમાત્ર પ્રાણી છે જેણે પોતાના શરીરને અલગ–અલગ ભૌગોલિક પરિસ્થિતિઓમાં અનુકૂળ બનાવ્યું છે અથવા વિકાસ થયો છે. તિબેટના લોકોના શરીરમાં આવા આનુવંશિક ફેરફારો થયા છે, જે તેમને ઓછા ઓકિસજન સપ્લાયમાં પણ કામ કરવાની ક્ષમતા અને શકિત આપે છે. તેમની શ્વસનતત્રં અને રકતવાહિની તંત્રએ તે મુજબ પોતાને અનુકૂલિત કર્યા છે. આથી પહાડો પર જન્મેલા બાળકોમાં પણ આ ફેરફાર જોવા મળશે. તેઓ પર્વતો અનુસાર મોલ્ડેડ જન્મે છે. આ જિનેટિક ચેન્જ તેના શરીરમાં થયો છે. તેથી જે ક્રીઓ ગર્ભવતી બને છે અથવા પર્વતોમાં બાળકોને જન્મ આપે છે, તેમના બાળકો પણ આ જ રીતે જન્મે છે. આ બાળકોમાં આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની આનુવંશિક ક્ષમતા વિકસાવી છે. આ અભ્યાસ તાજેતરમાં પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech