તળાજાના સમૂહ લગ્નમાં પૂજનીય માતાજીઓ અને ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે એલાને જંગ: સોનલધામ ખાતેથી મોટી રેલી નીકળીને કલેકટર કચેરીએ પહોંચ્યા બાદ આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો: તમામ શહેર અને ગામેગામ આવેદન આપીને વિરોધ વ્યકત કરવાની પણ કરાઈ ઘોષણા
તાજેતરમાં તળાજા ખાતેના એક સમૂહ લગ્નમાં ચારણ ગઢવી સમાજના પૂજનીય માતાજીઓ તેમજ ચારણ સમાજને લઈને અપમાનજનક ટિપ્પણી કરાયાનો સનસનાટીજનક આક્ષેપ ખંભાળિયાના ચારણ ગઢવી સમાજે કર્યા બાદ અને આ ભાષણની ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ ખંભાળિયા ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રભરના ચારણ સમાજમાં વિરોધ ઉઠ્યો છે. ગઈકાલે ખંભાળિયા ખાતે વિશાળ રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચારણ-ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચારણ ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. ચારણ ગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામ પોલીસ ફરિયાદ અને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સોહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલ આ ભાષણમાં સોશ્યલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું હતું.
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ખંભાળીયા સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા અને જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયને લેખિત પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ રેલીમાં વિશાળ સંખ્યામાં ચારણ સમુદાય જોડાય પોતાનું રોષ વ્યકત કર્યું હતું. દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કેશોદ જૂનાગઢના મઢડા સોનલ ધામથી પૂજ્ય ગિરીશ આપા ગઈકાલે સાંજે ખંભાળીયા સોનલ ધામ ખાતે ચારણ ગઢવી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી આ સંદર્ભે જણાવ્યું હતું કે ગીગા ભમ્મર દ્વારા ચારણો વિશે ખૂબ જ અપમાનજનક ભાષણ કરી માતાજીઓની વાત કરીને સહન ન થાય તેવું ઘસાતું બોલવામાં આવ્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ નિયમને આધીન થઈ કડક કરવા માટે જણાવ્યું હતું.
***
મઢડા સોનલધામ પૂ.ગિરીશ આપાએ દર્શાવ્યો આક્રોશ
મઢડા સોનલધામથી પૂ.ગિરીશ આપા ખંભાળિયા સોનલધામ ચારણ ગઢવી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ચારણો વિશે ખૂબ જ અપમાનજનક ભાષણ કરી માતાજીઓની વાત કરીને સહન ન થાય તેવું ઘસાતું બોલવામાં આવ્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આક્રોશ દર્શાવ્યો હતો.
***
દરેક ગામોમાંથી પોલીસ ફરિયાદ અને અપાશે આવેદન
તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ ગઢવી સમાજ વિશે કરવામાં આવેલ અપમાનજનક ભાષણ બાબતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ વ્યક્તિ વિરુદ્ધ દરેક ગામોમાંથી પોલીસ ફરિયાદ અને આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech