ભાણવડમાં સડેલા ગોળનો તોતિંગ જથ્થો ઝડપાયો

  • October 26, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખ્સો સામે કાર્યવાહી



ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા બોઘા બાલા, કોડીયાતર નામના 39 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી, આ સ્થળે રાખવામાં આવેલા સડેલા ગોળના 205 ડબ્બા કબજે કર્યા હતા. રૂપિયા 1.23 લાખની કિંમતના આ સડેલા ગોળનો જથ્થો તેણે ભાણવડમાં રહેતા વેપારી વિકેશ ભરતભાઈ દાવડા પાસેથી નિયમોનું ભંગ કરી અને ચોક્કસ નંબરના ટ્રકમાં હેરાફેરી કરીને મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. આથી પોલીસે પ્રોહિબીશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application