રાષ્ટ્ર્રીય જળમાર્ગેાનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યામાં ભવ્ય ઉછાળો

  • April 02, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં પરિવહન માટે રાષ્ટ્ર્રીય જળમાર્ગેાનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯–૨૦માં ૩૩.૧૬ લાખ હતી, જે માત્ર ૫ વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે ૨૦૨૩–૨૪ના અંતે ૧.૬૧ કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગેા દ્રારા માલની હેરફેરનો આકં પણ ૭૩.૬૪ મિલિયન ટનના (એમટી) આંકથી વધીને ૧૩૩.૦૩  થઈ ગયો છે. રાયસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પોટર્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનદં સોનોવાલે રાયસભામાં આ માહિતી પૂરી પાડી હતી. મંત્રીએ આપેલા જવાબ અનુસાર, અત્યારે દેશમાં ૨૯ જેટલા રાષ્ટ્ર્રીય જળમાર્ગ (એનડબલ્યુ) કાર્યરત છે, જેમાંથી ચાર જળમાર્ગ– નર્મદા નદી (એનડબલ્યુ–૭૩), તાપી નદી (એનડબલ્યુ–૧૦૦), જવાઈ–લુણી–કચ્છનું રણ નદી (એનડબલ્યુ–૪૮) અને સાબરમતી નદી (એનડબલ્યુ–૮૭) ગુજરાતમાં આવેલા છે. કેન્દ્રીય મંત્રી પાસે નથવાણી એ વિગતો જાણવા માગતા હતા કે, છેલ્લ ા પાંચ વર્ષ દરમિયાન જળમાર્ગેા દ્રારા વાર્ષિક કેટલા માલસામાનની હેરફેર કરવામાં આવી છે; અને માલસામાન તથા પ્રવાસીઓના પરિવહન માટે જળમાર્ગેાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારે કયાં પગલાં ભયા છે

જળ પરિવહનને (આઈડબલ્યુટી) પ્રોત્સાહન આપવા સરકારે લીધેલા પગલાં
કાર્ગેા માલિકો દ્રારા આંતરિક જળમાર્ગ પરિવહન ક્ષેત્રના ઉપયોગને પ્રોત્સાહિત કરવા તેમજ એનડબ્લ્યુ–૧ અને –૨ તથા વાયા ઈન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ – ૧૬પર માલસામાનની હેરફેર માટે શિડુલ્ડ સર્વિસ સ્થાપિત કરવા ૩૫% ઈન્સેન્ટિવ પૂં પાડવાની યોજનાને મંજૂરી આપી દેવાઈ છે.
નેશનલ વોટરવેઝ (જેટી ટર્મિનલના બાંધકામ) રેગ્યુલેશન્સ ૨૦૨૫નું જાહેરનામું બહાર પાડી દેવાયું છે, જેના થકી ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષવા સ્પષ્ટ્ર નિયમનકારી માળખું પૂં પાડીને આંતરિક જળમાર્ગના માળખા પર રોકાણ કરીને તેમાં કાર્યરત રહેવા ખાનગી કંપનીઓને અનુમતિ આપવામાં આવી છે જેથી આંતરિક જળમાર્ગ ક્ષેત્રની વૃદ્ધિને ઉત્તેજન મળી શકે.
માલસામાનની હેરફેરને જળમાર્ગેા પર ખસેડવા, ૧૪૦થી વધુ જાહેર ક્ષેત્રના નિગમોને આગ્રહ કરાયો છે કે તેઓ પોતાના પરિવહન માટે આંતરિક જળમાર્ગ માધ્યમનો ઉપયોગ કરે. તેઓને જળમાર્ગેા દ્રારા માલસામાનની હેરફેરના તેમના વર્તમાન દરા પર ભાર મૂકવા અને માલસામાનની હેરફેર માટેની યોજનાને ભારપૂર્વક દર્શાવવા વિનંતી કરાઈ છે.
વિવિધ રાષ્ટ્ર્રીય જળમાર્ગેામાં (એનડબલ્યુ) ફેરવે મેન્ટેનન્સની કામગીરી (રિવર ટ્રેઈનિંગ, મેન્ટેનન્સ ડ્રેજિંગ, ચેનલ માકિગ અને નિયમિત હાઈડ્રોગ્રાફિક સર્વે) હાથ ધરાઈ રહી છે.
– ૧ (ગંગા નદી) પર પૂર્વ–અસ્તિત્ત્વ ધરાવતા ૫ કાયમી ટર્મિનલ ઉપરાંત ૪૯ સામુદાયિક જેટી, ૨૦ લોટિંગ ટર્મિનલ, ૩ મલ્ટિ–મોડેલ ટર્મિનલ (એમએમટી) અને ૧ ઈન્ટર–મોડેલ ટર્મિનલનું વધારાનું બાંધકામ કરાયું છે.
યારે એનડબલ્યુ–૩ (ગંગા નદી) પર (કેરળમાં પશ્ચિમી તટીય કેનાલ) ગોદામ સહિત ૯ કાયમી આંતરિક જળપરિવહન ટર્મિનલ અને ૨ રો–રોરો– પેકસ ટર્મિનલનું બાંધકામ કરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application