હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર' રિલીઝના ૧૩ દિવસ બાદ વિવાદમાં ફસાયેલી જોવા મળી રહી છે. આ ફિલ્મ એરફોર્સના ફાઈટર પાઈલટ્સ વિશે છે અને આસામમાં તૈનાત વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. એરફોર્સના એક અધિકારીએ ફિલ્મના એ દ્રશ્ય સામે વાંધો વ્યક્ત કર્યો છે જેમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એરફોર્સના યુનિફોર્મમાં એકબીજાને કિસ કરે છે. વિંગ કમાન્ડરે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ તેમજ હૃતિક અને દીપિકાને માનહાનિ માટે કાનૂની નોટિસ જારી કરી છે.
વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આરોપ લગાવ્યો છે કે એરફોર્સ યુનિફોર્મમાં કિસિંગ સીનએ યુનિફોર્મનું અપમાન છે. એક તરફ, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨ દિવસમાં વિશ્વભરમાં ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે પોતાની લીગલ નોટિસમાં કહ્યું છે કે એરફોર્સ યુનિફોર્મ માત્ર કપડાનો ટુકડો નથી. તે દેશની રક્ષા માટે બલિદાન, શિસ્ત અને અતૂટ સમર્પણની નિશાની છે.
માનહાનિની નોટિસમાં તેણે આગળ કહ્યું છે કે, 'આ યુનિફોર્મ એક પવિત્ર પ્રતીક છે, તેનો રોમેન્ટિક એન્ગલ બતાવવા માટે ઉપયોગ કરવો એખોટું છે. ફિલ્મમાં યુનિફોર્મ સાથે કિસિંગ સીન બતાવવાથી દેશની સેવામાં અસંખ્ય સૈનિકોની ગરિમા અને બલિદાનને ઠેસ પહોંચે છે. એરફોર્સ ઓફિસરે મેકર્સ પાસે ફિલ્મમાંથી આ સીન હટાવવાની માંગ કરી છે. તેણે એમ પણ કહ્યું કે મેકર્સે દુનિયાની સામે એરફોર્સ અને તેના સૈનિકોની માફી માંગવી જોઈએ. ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં જણાવવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ સૈનિકોનો અને યુનિફોર્મનો આ રીતે અપમાન નહીં કરે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઈટર'ને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે બનાવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતીય બોક્સ ઓફિસ પર તેની કમાણી ૧૭૮ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, અનિલ કપૂર અને અન્ય સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech