નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ના પ્રથમ સાત મહિનામાં ભારત તેના ટોચના ૧૦ વેપાર ભાગીદારોમાંથી ૯ સાથે ખોટમાં છે. અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેની સાથે ભારતનો વેપાર નફામાં ચાલી રહ્યો છે. એટલે કે તે ભારતમાં વધુ નિકાસ કરે છે અને ત્યાંથી ઓછી આયાત કરે છે. વાણિય અને ઉધોગ મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલથી ઓકટોબર દરમિયાન ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ ૧૯.૫૯ બિલિયન ડોલર હતો. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પરંતુ ભારતને તેના બીજા સૌથી મોટા વેપારી ભાગીદાર ચીન સાથે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિના દરમિયાન ચીન સાથેની વેપાર ખાધ ૫૧.૧૧ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
તેવી જ રીતે, રશિયા સાથે અમારી વેપાર ખાધ ૩૩.૫૬ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. રશિયા ભારતનું ચોથું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. યુએઈ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને તેની સાથે આપણી વેપાર ખાધ ૬.૮૩ બિલિયન ડોલર હતી. એક અધિકારીએ કહ્યું કે આપણે રશિયાથી પેટ્રોલ, કોલસો, કોક અને ખાતર ખાસ કરીને પોટાશની આયાત કરીએ છીએ. હોંગકોંગ અને અમેરિકામાં જેમ્સ એન્ડ વેલરીની નિકાસ ઘટી છે. હોંગકોંગ સાથે આપણી વેપાર ખાધ ૭.૫૯ બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન, ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ ૬.૫૧ ટકા ઘટીને ૨૭૮.૮ બિલિયન ડોલર થઈ હતી, યારે આ સમયગાળા દરમિયાન આયાત પણ ૮.૬૭ ટકા ઘટીને ૪૪૫.૧૫ બિલિયન ડોલર થઈ હતી.
એપ્રિલ–ઓકટોબર દરમિયાન ભારતને સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા, ઈરાક, સિંગાપોર અને દક્ષિણ કોરિયા સાથે પણ વેપાર ખાધનો સામનો કરવો પડો હતો. અધિકારીએ કહ્યું કે ખાધ તેલના કારણે ઈન્ડોનેશિયા સાથે વેપાર ખાધ છે. ચોખા અને ચીનની નિકાસ દ્રારા સંતુલન જાળવવામાં આવતું હતું, પરંતુ હવે તેમની નિકાસ પર પ્રતિબધં છે. જેના કારણે વેપાર ખાધ વધી છે. આપણે દક્ષિણ કોરિયા સાથે હંમેશા ખાધની સ્થિતિમાં છીએ. અધિકારીએ જણાવ્યું કે ઈરાને ભારતમાંથી ચા અને ચોખાની આયાત ઓછી કરી છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડાયરેકટર જનરલ અજય સહાયે કહ્યું કે આપણે પહેલા પણ આવી સ્થિતિ જોઈ છે. ભૌગોલિક રાજકીય સમસ્યાઓના કારણે વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા છે અને વિકસિત દેશોમાં મંદી છે. આના કારણે આપણી નિકાસ અને વેપાર સંતુલન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સરકારે વાહનો, વેલરી, ઈલેકટ્રોનિક વસ્તુઓ, ઓટો કમ્પોનન્ટસ, દરિયાઈ ઉત્પાદનો, વક્રો, જંતુનાશકો અને આયર્ન અને સ્ટીલની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મંદી, ઐંચા વ્યાજદર, ફુગાવો અને ઓછી માંગને કારણે ભારતની નિકાસને અસર થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech