પતિની સંપતી પર હિન્દુ મહિલાઓનો કેટલો અધિકાર? સુપ્રીમ કોર્ટ આપશે પ્રશ્નનો ઉકેલ

  • December 12, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પતિની મિલકત અને પૈતૃક સંપત્તિમાં મહિલાઓના અધિકારનો મુદ્દો દિનપ્રતિદિન સંવેદનશીલ બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે નક્કી કરશે કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૪ હેઠળ આપવામાં આવેલી સંપત્તિ પર હિન્દુ મહિલાઓનો કેટલો અધિકાર હશે. આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વસિયતમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે તો શું હિન્દુ પત્નીને તેના પતિ દ્રારા આપવામાં આવેલી મિલકતમાં સંપૂર્ણ અધિકાર છે?
આ મુદ્દાનો કાયમી ઉકેલ શોધવા માટે, જસ્ટિસ પીએમ નરસિમ્હા અને સંદીપ મહેતાની સુપ્રીમ કોર્ટની બેન્ચે સોમવારે (મોટી બેંચને મોકલવાનો નિર્ણય કર્યેા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માત્ર કાયદાકીય સૂમતાનો મુદ્દો નથી, પરંતુ આ નિર્ણયની લાખો હિન્દુ મહિલાઓ પર ઐંડી અસર પડશે. આ નિર્ણય એ નક્કી કરશે કે મહિલાઓ કોઈપણ દખલ વિના તેમની મિલકતનો ઉપયોગ કરી શકશે કે વેચી શકશે. વર્ષ ૧૯૬૫માં કંવર ભાન નામના વ્યકિતએ પોતાની પત્નીને જમીનના એક ટુકડા પર જીવનભરનો હક્ક આપ્યો હતો. તેમાં એક શરત હતી કે પત્નીના મૃત્યુ પછી મિલકત તેના વારસદારોને પાછી આપવામાં આવશે, પરંતુ થોડા વર્ષેા પછી પત્નીએ તે જમીન વેચી દીધી અને પોતે જ તે મિલકતની સંપૂર્ણ માલિક હોવાનો દાવો કર્યેા. આ પછી પુત્ર અને પૌત્રે આ વેચાણ સામે કોર્ટનો સંપર્ક કર્યેા હતો

પત્નીને કેટલું ભરણપોષણ આપવું? સુપ્રીમની ફોમ્ર્યુલા
સુપ્રીમ કોર્ટે ભરણપોષણ સંબંધિત એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સર્વેાચ્ચ અદાલતે ૮ પરિબળો રજૂ કર્યા છે જેના આધારે ભરણપોષણનો નિર્ણય કરી શકાય છે. જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે આ રકમ નક્કી કરવા માટે કોઈ સ્પષ્ટ્ર ફોમ્ર્યુલા નથી, પરંતુ કાયમી ભરણપોષણ અંગે નિર્ણય લેવા માટે માર્ગદર્શિકા તરીકે કામ કરી શકે છે.
ભરણપોષણ અંગે નિર્ણય લેવા માટે કોર્ટે ૮ પરિબળો આપ્યા
૧– બંને પક્ષોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ
૨– પત્ની અને આશ્રિત બાળકોની વ્યાજબી જરિયાતો
૩– સામેલ પક્ષોની શિક્ષણ અને રોજગારની સ્થિતિ
૪– અરજદારની સ્વતત્રં આવકના ક્રોતો અને સંપત્તિ
૫– સાસરે રહેતી વખતે પત્નીને આપવામાં આવતી લકઝરી
૬– જો પારિવારિક જવાબદારીઓ માટે રોજગાર સંબંધિત કેટલાક ત્યાગ કરવામાં આવ્યા હોય.
૭– જો પત્ની કામ ન કરતી હોય તો કેસનો ખર્ચ થશે.
૮– પતિની નાણાકીય ક્ષમતા, તેની આવક, જવાબદારી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application