ઓબીસી અનામત કેટલી ? સાંજે સરકાર જાહેરાત કરે તેવી શક્યતા

  • August 29, 2023 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી અનામતની ટકાવારી કેટલી રાખવી? તે મુદે કોઈ નિર્ણય ન લેવાતા રાજયની ૭૧૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૧૮ તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતમાં એકાદ વર્ષથી વધુ સમયથી ટર્મ પુરી થઈ જવા છતાં ચૂંટણી થઈ શકી નથી. ઝવેરી કમિશનનો અહેવાલ આવી ગયાને પણ લાંબો સમય પસાર થઈ ગયો છે. આ મુદ્દે કોંગ્રેસ ભારે દબાર ઉભું કરતા હવે ગમે તે ઘડીએ અનામતની ટકાવારી બાબતે સરકાર જાહેરાત કરે તેવી શકયતા છે.


સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં રાય સરકારે પહેલેથી કાચું કાપ્યું છે તેના કારણે આજે અનેક ગ્રામ પંચાયતો, તાલુકા–જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં વહીવટદારોનું શાસન છે. સરકારની અણઆવડતના કારણે નાગરિકો ચૂંટાયેલા પાંખના શાસનથી વંચિત છે અને અધિકારી રાજ ચાલી રહ્યું છે પરિણામે અનેક પ્રશ્નો સર્જાયા છે. તેમ છતાં કેટલા ટકા ઓબીસી અનામત નક્કી કરવી તે મામલે પણ સરકાર ભેખડે ભરાઇ હોવાનું ચિત્ર શઆતની બેઠકના દરમિયાન ઉપસી રહયુ હતુ. આ રિપોર્ટ ની જાહેરાતમાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસ દ્રારા ગાંધીનગરમાં સંમેલન બોલાવતા સરકારના પગ તળે રેલો આવ્યો હતો અને તાત્કાલિકના ધોરણે આ દિશામાં કાર્યવાહી શ કરી હતી. આ રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર માટે અલગ અલગ ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યા છે રાયમાં સરેરાશ ૧૭ થી ૨૦% ની વચ્ચે આ અનામત જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.ગત એપ્રિલ મહિનામાં ઝવેરી કમિશને રિપોર્ટ સોંપી દીધાના ચાર મહિના સરકારે વેડફી નાખ્યા બાદ કોંગ્રેસે તેને રાજકીય મુદ્દો બનાવતા મંત્રીઓની કમિટી રાતોરાત બનાવવાની ફરજ પડી છે.


જો કે મોટાભાગના મંત્રીઓ આવા જટિલ મુદ્દે રસ્તો કાઢવામાં બિન અનુભવી હોવાથી ઓબીસી અનામત કેટલી રાખવી તેનો ઉકેલ હજુ મળી રહ્યો નથી. ઓબીસી અનામતનું ધોરણ વસતી પ્રમાણે રાખવાનો સુપ્રીમ કોર્ટનો મૂળ આદેશ હતો તે પ્રમાણે કમિશન દ્રારા પણ ભલામણ થઇ છે. બીજી તરફ સરકાર હાલની ૧૦ ટકા અનામત છે તે વધારીને સરેરાશ ૧૭ થી ૨૦ ટકા રાખે તેવી વાત બહાર આવી છે. તેના કારણે યાં ઓબીસી વસતી ઓછી છે તેવા આદિવાસી વિસ્તારોમાં સમસ્યા સર્જાય તેમ છે. કોંગ્રેસ અને અન્ય અગ્રણીઓ દ્રારા ૨૭ ટકાથી લઇને ૫૦ ટકા સુધીની માગણી થઇ રહી છે. છેવટે આ મુદ્દે પણ ટોચના નેતાઓનું જ માર્ગદર્શન લઇને ઉકેલ કાઢવામા આવ્યો હોવાની વાત બહાર આવી રહી છે.સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાય સરકારે જુલાઈ ૨૦૨૨માં સ્વતત્રં પંચની રચના કરી હતી. હાઇકોર્ટના નિવૃત જજ કલ્પેશ.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી હતી. ચેરમેનની સાથે સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. પચં રચાયુ ત્યારે ૯૦ દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત હતી. જે પછી ૧૩ એપ્રિલ ૨૦૨૨એ પંચે રાય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.ઓબીસી અનામત જાહેર ન થતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અટકી હતી. ૭૧૦૦ ગ્રામ પંચાયતમાં ચૂંટણી અટકી છે. તો ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી અટકી છે. ૧૮ તાલુકા પંચાયતની પણ ચૂંટણી નથી થઈ. ચૂંટણી નહીં થતાં અહીં વહીવટદારનું શાસન ચાલી રહ્યુ છે. મહત્વનું છે કે હાલ સ્થાનિક સ્વરાજમાં ઓબીસી ૧૦ ટકા અનામત મળે છે.જે ચુટણી રિપોર્ટના કારણે અટકી છે તેની જાહેરાત નવરાત્રિની આસપાસ કરવામા આવશે.તેવી સંભાવના છે.


ઓબીસી ભાજપના પ્રદેશ કાર્યાલય અને જિલ્લા મહાનગરોમાં ઉજવણી કરવા આદેશ
ગુજરાત સરકાર દ્રારા ઓબીસી અનામતની ટકાવારીની જાહેરાત બાદ રાજયભરમાં જશ્ન મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના મુખ્યાલય કોબા ખાતે સાંજે પાંચ વાગ્યે રાયકક્ષાની ઉજવણી કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ વર્તમાન વિધાનસભાના ધારાસભ્યો અને સાંસદોને ઉજવણીમાં જોડાવવા જણાવ્યું છે. આ માટે કાર્યાલય દ્રારા સતાવાર આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડા ફોડી, મીઠાઈથી મોઢું મીઠું કરાવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application