રાજકોટમાં કેટલા કૂતરા? ત્રણ મહિના વસતી ગણતરી કરાશે

  • January 29, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પશુ નિયંત્રણ અંગેની નવી માર્ગદર્શિકા અમલી બન્યાના એક મહિનામાં રખડું ઢોરનો ત્રાસ ઘટી ગયો છે પરંતુ રખડું કુતરાઓનો અસહ્ય ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે હવે શહેરમાં રખડતા કુતરાની વસતી ગણતરી કરવાના હેતુથી સર્વે કરવા માટે રાજકોટ મહાપાલિકાએ ટેન્ડર પ્રસિધ્ધ કયુ છે. ટેન્ડર ફાઇનલ થયેથી કામ શ થયાથી ત્રણ મહિનામાં આ અંગેનો રિપોર્ટ રજૂ થશે.

રાજકોટ શહેરમાં શિયાળાની આ સીઝનમાં જ શહેરમાં અનેકને રખડું કૂતરા કરડા છે. મ્યુનિ.આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેનારનો આકં જ ચોંકાવનારો છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારના આંકડા ગણતરીમાં લેવાય તો આ આકં હજુ વધી શકે તેવી સ્થિતિ છે.

દરમિયાન આ અંગે રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે સર્વેનો મુખ્ય હેતુ રાજકોટમાં રખડું કુતરાઓની સંખ્યા જાણવા ઉપરાંત હાલની સ્થિતિએ તેમાંથી કેટલાના ખસીકરણ ઓપરેશન થયેલા છે તેમજ કેટલાને હડકવા વિરોધી રસીકરણ કરાયું છે તેની પણ છેલ્લામાં છેલ્લી સ્થિતિ જાણવાનો છે. છેલ્લે ૨૦૧૫માં આવો સર્વે થયો હતો.

હાલની સ્થિતિએ રાજકોટમાં અંદાજે ૩૨૦૦૦ જેટલા રખડું કૂતરા હોવાનો અંદાજ છે અને તેમાંથી ૯૦ ટકાના ખસીકરણ અને રસીકરણ કરાયેલા છે તેમ છતાં છેલ્લામાં છેલ્લી સ્થિતિની ચકાસણી થશે. તેમણે ઉમેયુ હતું કે રાય સરકારની સુચનાથી આ સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેનો રિપોર્ટ ગુજરાત રાય સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડને સુપ્રત કરવામાં આવશે.


પાલતું કુતરાનું રજિસ્ટ્રેશન કે સર્વે કરવામાં નહીં આવે

મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે આ સર્વે ફકત રખડું કુતરાઓ માટેનો જ છે. પાલતું કુતરાઓના રજિસ્ટ્રેશન કે સર્વેનું કોઇ જ આયોજન નથી. અત્રે ઉલ્લેખ નીય છે કે બૃહદ મુંબઇ મહાનગરપાલિકા સહિતના મહાનગરોમાં પાલતું કુતરાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News