સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાજયસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિદ્ધ ભડકાઉ કવિતાનો એડિટ કરેલો વિડિયો પોસ્ટ કરવા બદલ નોંધાયેલી એફઆઈઆર અંગે ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. કોર્ટે પૂછયું કે અહિંસાને પ્રોત્સાહન આપતી કવિતા ફોજદારી કેસનો વિષય કેવી રીતે બની?
ઇમરાન પ્રતાપગઢીની એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દેવાના ગુજરાત હાઇકોર્ટના હત્પકમ સામે થયેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે આ માત્ર એક કવિતા છે, તેને ઉશ્કેરણીની ફેલાવનાર તરીકે જોઈ શકાય નહીં.
જસ્ટિસ ઓકાએ ગુજરાત સરકાર વતી હાજર રહેલા એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલને કહ્યું હતું કે પ્લીઝ તમે કવિતા જુઓ, તેનો અર્થ સમજો...તે ફકત એક કવિતા છે. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કવિતા કોઈપણ ધર્મ કે સમુદાયની વિદ્ધ નથી અને હકીકતમાં શાંતિનો સંદેશ આપે છે. કવિતા પરોક્ષ રીતે કહે છે કે જો કોઈ હિંસામાં સામેલ થાય તો પણ આપણે હિંસામાં સામેલ થઈશું નહીં. આ સંદેશ કવિતા આપે છે. તે કોઈ ચોક્કસ સમુદાયની વિદ્ધ નથી. સરકારી વકીલની વિનંતી પર, સુપ્રીમ કોર્ટે સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યકિતના મહત્વ પર ભાર મૂકતા કેસને ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખ્યો હતો.
૩ જાન્યુઆરીના રોજ જામનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ એકટની વિવિધ જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સંવાદિતાનો ભગં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, કવિતાના ભાષણને જોતાં, તે અન્ય વ્યકિતઓ દ્રારા ઉકત પોસ્ટ પરની પ્રતિક્રિયાઓ પણ સૂચવે છે કે સંદેશ એવી રીતે પોસ્ટ કરવામાં આવ્યો હતો જે ચોક્કસપણે સામાજિક સુમેળમાં ખલેલ પહોંચાડે છે.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સંસદ સભ્ય તરીકે, પ્રતાપગઢી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ વધુ સંયમ અને તેમના નિવેદનોના પરિણામો પ્રત્યે જાગૃતિ સાથે કાર્ય કરે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રતાપગઢી ૪ અને ૧૫ જાન્યુઆરીએ પોલીસ દ્રારા જારી કરાયેલી નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા હતા, જેમાં તેમની હાજરી જરી હતી. હાઈકોર્ટે તપાસ ચાલુ રાખવાને વાજબી ઠેરવ્યું કારણ કે તેમણે તપાસમાં કથિત રીતે સહકાર આપ્યો ન હતો. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યેા હતો જે કાર્યવાહીના પ્રારંભિક તબક્કે એફઆઈઆર રદ કરવા પર પ્રતિબધં મૂકે છે. આ મામલાની સુનાવણી હવે ત્રણ અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં થવાની છે, જેમાં સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણીને ધ્યાનમાં રાખીને રાય સરકાર પોતાના વલણ પર પુનર્વિચાર કરે તેવી અપેક્ષા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech