પોરબંદરનું જિલ્લા સેવા સદન-૧ ફાયર સેફટી વગર કઇ રીતે ચાલે?

  • August 20, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરનું જિલ્લા સેવા સદન-૧ ફાયર સેફટી વગર કઇ રીતે ચાલે?
મુખ્યમંત્રી સુધી સ્થાનિક રહેવાસી દ્વારા થઇ રજૂઆત


પોરબંદરમાં જિલ્લા કલેકટરની કચેરી જિલ્લા સેવા સદન-૧ ફાયર સેફટી વગરનું છે તેમ જણાવીને કઇ રીતે તે કાર્યરત રહી શકે? તેવા સવાલ સાથે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઇ છે.
પોરબંદરના નરેન્દ્ર પી. સોલંકીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ફાયર સેફટી વગર સકારી જાહેર પબ્લિકની સેવા આપતી કચેરી જિલ્લા કલેકટરની મીઠી નજરથી ચાલે? તેવો સવાલ ઉઠાવ્યો છે અને ઉમેર્યુ છે કે ગુજરાત સરકાર તથા ભારત સરકારની નવા નિયમો લોકોની સલામતીને ધ્યાનમાં રાખી બિલ્ડીંગમાં ફાયર સેફટીની વ્યવસ્થા કંપલસરી બની છે. પરંતુ ગાંધીના આ પોરબંદરમાં અધિકારીઓની  મીઠી નજરથી જાહેર જનતા દરરોજ વ્યાવાહારિક કામોસર અનેક કલાકો સુધી ભેગા થાય તેવાજ સ્થળે ફાયર સેફટીની કોઇ જોગવાઇ નથી. 
આ સ્થળોએ ફાયર, દુર્ઘટના બને લોકો મૃત્યુ પામે તેની રાહ જોવે છે. સરકારી બાબુઓ પોરબંદર શહેરમાં આવેલ લોકો સાથે ડાયરેકટ કામ કરતી પોસ્ટ ઓફિસ રામટેકરી રોડ, એસ.બી.આઇ. બેંક, એસ.એમ.જી. બ્રાન્ચ, યુગાન્ડા રોડની મુખ્ય કચેરીઓ આ રીતે ચાલે છે. કેટલા લોકો દુર્ઘટના થાય તો મરશે તે ગણવાના  બાકી હશે? તેવો સવાલ ઉઠાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application