સાત મેચ હાર્યા છતાં RCB ટીમ કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે…જાણો તમામ સમીકરણો

  • April 21, 2024 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની રોમાંચક મેચમાં આરસીબીને એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાંથી 6માં RCBને હારનો સામનો કરવો પડ્યો છે. ફાફ ડુ પ્લેસિસની સેનાને માત્ર એક જ જીત મળી છે.


રોયલ ચેલેન્જર્સ બેંગલોરને કેકેઆરના હાથે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારવા છતાં કરણ શર્મા ટીમની નૌકાને આગળ વધારી શક્યો ન હતો. IPL 2024માં RCBની આ સાતમી હાર છે. આ સાથે ટીમ માટે આગળનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. આવો તમને જણાવીએ કે RCBના પ્લેઓફમાં પહોંચવાની કેટલી શક્યતાઓ છે અને ટીમને અંતિમ ચાર માટે કેવી રીતે ટિકિટ મળી શકે છે.


RCB પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે?

આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે અને ટીમ માત્ર એક જ જીતી શકી છે. એટલે કે ટીમને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં પહોંચવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હવે તેની બાકીની તમામ છ મેચ જીતવી પડશે. માત્ર વિજય જ નહીં પરંતુ ફાફ ડુ પ્લેસિસની સેનાને આ છ મેચો જંગી અંતરથી જીતવી પડશે.


KKR સામે હાર

કોલકાતા નાઈટ રાઈડર્સે ઈડન ગાર્ડન્સ ખાતે આરસીબીને એક રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની આખી ટીમ 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application