ઘરવાળી એટલું પણ લોહી નથી પીતી કે તમે રક્તદાન ન કરી શકો: આ શહેરમાં આવા પોસ્ટરો જોઇને પત્નીઓ રોષે ભરાઈ

  • July 19, 2023 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 મધ્ય પ્રદેશના ચંબલના ભિંડમાં નવજીવન સહાયતાર્થ સંગઠન દ્વારા શહેરમાં રક્તદાનને લઈને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને વધારેમાં વધારે રક્તદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. સાથે તેના ફાયદા પણ જણાવવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન શહેરના ડિવાઈડર પર અમુક એવા સ્લોગન લખેલા છે, જેને લઈને બખેડો થયો છે.


શહેરમાં લાગેલા એક પોસ્ટરના કારણે મહિલાઓ રોષે ભરાઈ છે. જે પણ મહિલાએ આ પોસ્ટર પર લખેલું સ્લોગન વાંચ્યું તે ગુસ્સે થઈ ગઈ હતી. આ ઘટના મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં જોવા મળી છે. પત્નીઓ એટલી ગુસ્સે થઈ ગઈ કે, આવું લખનારાને ખરીખોટી સંભળાવવા લાગ્યા.


કેમ કે સ્લોગન પત્નીઓ પર આધારિત હતા. જો કે, સંગઠને સફાઈ પણ આપી હતી. પણ મહિલાઓ માનવા તૈયાર નહોતી. ડિવાઈડર પર લખેલું સ્લોગન આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો અને બાદમાં રાજકીય લોકો પણ કૂદી પડ્યા અને પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા, ત્યાર બાદ નગર પાલિકા સીએમઓને રક્તદાન પર લખેલા વિવાદિત સ્લોગન તાત્કાલિક હટાવવા પડ્યાં હતા.


શહેરના સિટી કોતવાલીની સામે બનેલા ડિવાઈડર પર રક્તદાનને લઈને નવજીવન સંગઠન દ્વારા લોકોને જાગૃત કરવા માટે કેટલાય પ્રકારના સ્લોગન લખ્યા હતા. જેમાં એક સ્લોગન પત્ની પર લખ્યું હતું. સ્લોગનમાં લખેલું હતું ' પત્નીનું ત્યાં સુધી રક્તદાન કરાવો, જ્યાં સુધી પારો ચડી ન જાય' ત્યાર બાદ બીજા સ્લોગનમાં લખ્યું હતું -' ઘરવાળી એટલું પણ લોહી નથી પીતી કે તમે રક્તદાન ન કરી શકો' બસ આટલું લખતાં જ જિલ્લાની મહિલાઓ ગુસ્સે થઈ ગઈ.


આ સ્લોગન પર વિવાદ શરુ થતાં જ નવજીવન સહાયતાર્થ સંગઠનના સંચાલક નીતેશ જૈને જણાવ્યું કે, અમારા દ્વારા 200 થી વધારે સ્લોગન લખ્યા હતા. પેન્ટરથી ગરબડ થઈ ગઈ. અમે તેને ચેક કરી શક્યા નહીં. ત્યાં સુધીમાં શહેરમાં આ પોસ્ટર લગાવી દીધા હતા. મહિલાઓનું કોઈ પણ રીતે અપમાન કરવાનો ઈરાદો નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application