રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથું થઈ ગયા બાદ મહાનગરપાલિકા અને ડા તંત્ર દ્વારા સમગ્ર શહેર તેમજ ડા એરિયામાં આવેલા પબ્લિક ગેધરીંગ પ્લેસમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટનું ચેકીંગ શ કરવામાં આવ્યું છે અને હાલ સુધીમાં 700થી વધુ મિલકતો સીલ કરાઈ છે. જેમાં અનેક હોટેલ, રેસ્ટોરન્ટ, મોટેલ, રિસોર્ટ, કાફે વિગેરે સીલ કરાયા છે અને આજ દિવસ સુધી તેમના સીલ ખોલવા મંજૂરી અપાઈ નથી. દરમિયાન આજે શહેરની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટ તેમજ ડા એરિયાની હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો, સંચાલકો અને તેમના વેઈટર સહિતના સ્ટાફ સાથે અંદાજે 500 લોકોનું ટોળુ મહાપાલિકા કચેરીમાં ધસી આવ્યું હતું અને મ્યુનિ. કમિશનર ડી.પી.દેસાઈને આવેદન પત્ર પાઠવીને તાત્કાલિક અસરથી હોટેલ-રેસ્ટોરન્ટના સીલ ખોલવામાં આવે તેવી લેખીત માંગણી કરી હતી તેમજ બ રજૂઆત દરમિયાન બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મામલે હોટેલ-રેસ્ટોરન્ટના માલિકોને ત્રણ મહિનાનો સમય આપવા માગણી કરી હતી.
મ્યુનિ. કમિશનરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે ફેડરેશન ઓફ હોસ્પિટાલીટી કે જેની સાથે અન્ય નવ જેટલા સંગઠનો સંકળાયેલા છે જેમાં રાજકોટ કેટરીંગ એસોસીએશન, રાજકોટ ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન, રાજકોટ પાર્ટી પ્લોટ એસોસીએશન, સૌરાષ્ટ્ર બેકરી એસોસીએશન, રાજકોટ મંડપ સર્વિસ એસોસીએશન, રાજકોટ લાઈટ એસોસીએશન, રાજકોટ રેસ્ટોરન્ટ એન્ડ કાફે એસોસીએશન તેમજ રાજકોટ હોટેલ એન્ડ રિસોર્ટ એસોસીએશન સહિતનો સમાવેશ થાય છે. આ તમામ એસોસીએશન હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. પરંતુ તાજેતરમાં ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટના મામલે અનેક હોટલો અને રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવતા હજારો લોકોની રોજગારી ઉપર અસર પડી છે. તેમજ અનેક લોકોના પ્રસંગો બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કયર્િ વિના કે નોટીસ આપ્યા વિના સીધુ જ સીલીંગ કરવામાં આવ્યું છે જે વ્યાજબી બાબત નથી. આવેદન પત્રમાં જણાવ્યું છે કે ફાયર સેફ્ટીના લેટેસ્ટ પરિપત્રની રાજકોટના નાગરિકો કે વ્યાપાર ઉદ્યોગ જગતને જાણકારી નથી. તેમજ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને પણ ખ્યાલ નથી જેના લીધે ઘણી વિસંગતતાઓ થઈ રહી છે.
મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે બપોરે સીલ થયેલી હોટલ-રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો તેમના તમામ સ્ટાફ સહિત 500 જેટલા લોકો એક સાથે ઉમટી પડ્યા હતા. જેના લીધે કચેરીના સંકૂલમાં પગ મૂકવાની પણ જગ્યા રહી ન હતી. વિજીલન્સ પોલીસે ટોળાને નીચે જ રાખ્યું હતું અને મુખ્ય 15થી 20 જેટલા આગેવાનો મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવા કમિશનર ચેમ્બરમાં ગયા હતા. ફેડરેશન ઓફ હોસ્પિટાલીટીના નેજા હેઠળ પાઠવેલા આવેદન પત્રમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતીમાં જે રીતે શાળાઓ, ક્લાસીસ, હોસ્પિટલો, હોટેલો તેમજ રેસ્ટોરન્ટો તથા અન્ય જરી એકમો માટે રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની સ્કીમ અમલી બનાવવામાં આવી છે તેમાં પણ અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ એપ્લાય થયેલા છે તેમ છતાં અધિકારીઓ દ્વારા ઈમ્પેક્ટ સ્કીમ હેઠળ કરાયેલી અરજીને પણ ધ્યાને લીધા વિના ફકત સીલ મારવાની કામગીરી જ કરવામાં આવી રહી છે. ફાયર સેફ્ટીની બાબતે હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો ચિંતીત છે અને સરકારના જે કંઈ નિયમો હોય તેનું પાલન કરવાની પૂરી તૈયારી છે અને તેમાં બાંધછોડ કરવાની પણ કોઈ માંગણી નથી.તાજેતરમાં જે રીતે શાળાઓ અને હોસ્પિટલો શ કરવા માટે મંજૂરી અપાઈ તે રીતે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના સીલ પણ ખોલી આપવા મંજૂરી આપવા માંગણી છે.
જ્ઞાતિ સમાજની વાડીઓ અને હોટલ-રેસ્ટોરન્ટ એકસમાન ન ગણાય: કમિશનર
રાજકોટ મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈને આવેદન પત્ર પાઠવી હોટેલ-રેસ્ટોરન્ટના માલિકોએ રજૂઆત કરી હતી દરમિયાન કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્ઞાતિ સમાજની વાડીઓએ સેવાકીય ભાવનાથી ચાલતા એકમો છે તેની અને હોટેલ-રેસ્ટોરન્ટ કે પાર્ટી પ્લોટની સરખામણી જ થઈ શકે નહીં. હોટેલ-રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ એ કોમર્શિયલ પ્રવૃતિ કરે છે. આથી તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી જ કરવાની રહે. જ્ઞાતિ સમાજની વાડીઓનું ઉદાહરણ લઈને હોટેલ-રેસ્ટોરન્ટને કોઈ રાહત આપી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech