ધ્રોલની એમ. ડી મહેતા ગર્લ્સ હાઇસ્કુલના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ. ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલમાં ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ડી.એલ.એડ. અને બી.એડ ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો . એમ .ડી .મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ના આદરણીય ચેરમેન ધર્મેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, મુખ્ય અતિથિ વિશેષ કાન્તા સ્ત્રીવિકાસ ગૃહના ટ્રસ્ટી નેહાબેન દફતરી , મેનેજિંગ કમિટીના સભ્યઓ જી. કે. પટેલ સાહેબ, પાર્થભાઈ પંડ્યા, મીના બેન શેઠ, સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ અશ્વિનભાઈ ,નારણભાઈ, અશોકદાન, નવીનભાઈ ઉપરાંત યોગેશભાઈ મહેતા, વિજયભાઈ સોજિત્રા, શીતલબેન, નેહાબેન , એમ. ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યા નીતાબેન રામાનુજ, તમામ સ્ટાફ મિત્રો, વિવિધ વિભાગના વડાઓ, વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.હર તરફ હર જગહ ...પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ તેજસ્વી તારલાઓએ મહેમાનોનું કાર્ડ દ્વારા સ્વાગત કર્યું.
આચાર્યા નીતાબેને શાબ્દિક સ્વાગત કર્યું . શોભનાબેન કાછડીયા દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા નેહાબેન દફતરી નો પરિચય આપવામાં આવ્યો. ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમાંક તથા વિષયવાર નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું. આ તકે સુધાબેન ખંઢેરિયા, નેહાબેન દફતરી, વિજયભાઈ સોજીત્રા ,અને શીતલબેને પોતાના પ્રસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે તમારા આદર્શો આજુબાજુના જીવનમાંથી શોધો. જો દ્રઢ સંકલ્પ ઊંચું ધ્યેય અને ખંત તથા મહેનત હોય તો વિદ્યાર્થી માટે કશું જ અશક્ય નથી . ધર્મેશભાઈએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઈચ્છા શક્તિ અને દ્રઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્યું. ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની પરમાર પાયલ અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થિની પરમાર મિતલે પોતાના વિદ્યાર્થી તરીકેના અનુભવો રજૂ કર્યા. કાર્યક્રમ દરમિયાન ગણેશ સ્તુતિ અને જીતે ચલ.... એ બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી જેમનું માર્ગદર્શન ભૂમિકાબેન તથા મીનાબેને આપ્યું હતું .કાર્યક્રમની આભાર વિધિ સ્વરૂપે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા જલ્પાબેન ટીંબડીયાએ આચાર્યના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech