જામનગરમાં સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો
ગત તા. ૧૯-૦૫-૨૦૨૪ ના રોજ સતવારા સમાજ દ્વારા સતવારા સમાજની દિકરી જીલ મકવાણાએ કરાટેની સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને ઇન્ડીયા લેવલે સ્પર્ધામાં ભાગ લઇને પ્રથમ નંબર મેળવીને આંતરરાષ્ટ્રીય લેવલે રમવા જવાની સિધ્ધી પ્રાપ્ત કરેલ તેમજ સમાજની બીજી દિકરી રામેશ્વરીબેન રાઠોડએ બેડમીન્ટન રમતની અંદર ત્રણ વખત નેશનલ લેવલ રમીને ઓલ ઇન્ડીયા યુનવસીર્ટી લેવલે રમ્યા છે. ટેબલ ટેનીસ ઓલ ઇન્ડીયા લેવલે પરફોર્મન્સમાં ભાગ લીધેલ છે તેમજ સમાજની ત્રીજી દિકરી તુલસીબેન રાઠોડ પણ ગુજરાત રાજય સાંસ્કૃતિક બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી અલગ-અલગ દુહા-છંદ લોકગીતમાં પ્રથમ સ્થાન મેળવેલ છે તેમજ દુરદર્શન ગીરનાર ચેનલમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરેલ છે, એવી સતવારા સમાજની ત્રણેય દિકરીઓ મેળવેલ સિધ્ધીને સતવારા સમાજ દ્વારા સન્માન પત્ર તથા સાલ-ફુલહારથી સન્માનીત કરેલ હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સમાજના પ્રમુખ જમનભાઇ રાઠોડ તેમજ મંત્રી મનસુખભાઇ ખાણધર, સમાજના આગેવાન માવજીભાઇ નકુમ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઇ કણઝારીયા, ડો. આર. ડી. રાઠોડ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચંપાબેન પરમાર તથા મહિલા મંડળના પ્રમુખ તેમજ રાજકીય-સામાજીક આગેવાનો હાજર રહેલ અને શેખપાટ ગામની સમાજની બાળાઓ દ્વારા સ્વાગત ગીત - શીવતાંડવ ગીત રજુ કરીને આ કાર્યક્રમને શોભાવેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન મગનભાઇ પરમારે કરેલ હતું. આભારવિધી સતવારા સમાજના મંત્રી મનસુખભાઇ ખાણધર દ્વારા કરવામાં આવેલ હતી અને સતવારા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech