પોરબંદર જીલ્લામાં ભારે વરસાદને કારણે નાશ પામેલ ઘરવખરીનું સરકાર દ્રારા રૂ.પાંચ હજાર વળતર મળતા લાભાર્થીઓએ સરકારનો આભાર વ્યકત કર્યેા હતો.
પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલ અતિભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરની ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી.જેના કારણે લોકોને નુકસાન થયુ હતુ.રાજય સરકાર દ્રારા અસરગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવામાં આવી છે. જરીયાતમદં પરિવારોને લાભ મળતા તેઓમાં આનંદની લાગણી પ્રસરી છે.આ અંગે પોરબંદર તાલુકાના ગોસાબારા ગામના લાભાર્થી પુનાભાઈ સુમારે સરકારનો આભાર વ્યકત કરતો તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,અતિભારે વરસાદ પડો હોવાથી ઘરમાં પાણી ઘુસી જવાના કારણે અમારું સ્થળાંતર કયુ હતું.અને પાણી ઓસરિયા બાદ અમે પરત ઘરે આવ્યા તો પાણી ઘરમાં ઘુસી જવાથી ઘરની ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી અને મોટું નુકસાન થયુ હતુ.સરકારે સર્વે કરી અમને પાંચ–પાંચ હજાર રૂપિયાની સહાય કરી હોવાથી અમે ફરીથી ઘરની ઘરવખરીની ખરીદી કરી છે.જેથી સરકારનો આભાર લાભાર્થીએ વ્યકત કર્યેા હતો.આ અંગે ઓડદર ગામના લાભાર્થી જયાબેન મુળજીભાઈ સાંચિયાએ સરકારનો આભાર વ્યકત કરતા તેમનો પ્રતિભાવ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલ વરસાદ અને ઉપરવાસના વિસ્તારોના ડેમો માંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પાંચ દિવસ સુધી સગા વહાલાના ઘરે સ્થળાંતર કરી ત્યાં રહ્યા હતા. સરપચં અને તલાટી મંત્રીની સુચનાથી પાણી ઓસર્યા બાદ પરત ઘરે આવ્યા હતા. ઘરે જોયું તો ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી. અનાજ અને ખોરાકમાં ઉપયોગમાં તમામ ઘરવખરી પલળી જતા તેમનો નિકાલ કર્યેા હતો. આવી કપરી પરિસ્થિતિમાં સરકારે અમોને પાંચ હજાર રૂપિયાની સહાય આપી છે. અમારો જીવન નિર્વાહ ચલાવવા માટે આ પાંચ હજાર રૂપિયાની રકમ અમને ખુબ જ મદદરૂપ થઈ છે.વિકટ પરિસ્થિતિમાં સરકાર અમારી વ્હારે આવી હોવાથી અમો વહીવટી તત્રં અને સરકારનો આભાર વ્યકત કરીએ છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech