ફિક્સડ ડીપોઝીટ પર ખાતેદારોને મળશે વધુ વળતર

  • July 17, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બેંકો સતત ફિક્સ્ડ ડીપોઝીટ પર વ્યાજના દરો વધારી રહી છે. જેમાં સરકારી બેંકોનો પણ સમાવેશ ાય છે. એસબીઆઈ અને બેંક ઓફ બરોડાએ પણ ફિક્સ્ડ ડીપોઝીટ માટે નવી સ્કીમ શરૂ કરી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કે પણ ફિક્સ્ડ ડીપોઝીટ ના દરમાં વધારો કર્યો છે.



બેન્કો ફિક્સ્ડ ડિપોઝિટ પર સતત વ્યાજ વધારી રહી છે. પીએસયુ બેંકો પણ આમાં પાછળ ની. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ’અમૃત દ્રષ્ટિ’ નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજના ૧૫ જુલાઈ, ૨૦૨૪ ી અમલમાં આવી છે. તે જ સમયે, બેંક ઓફ બરોડાએ સ્પેશિયલ મોનસૂન સ્કીમ દ્વારા ડિપોઝિટ રેટમાં વધારો કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં, બે ખાનગી બેંકો આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકે તેમના ફિક્સ્ડ ડિપોઝિટ દરમાં વધારો કર્યો હતો.એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે ૪૪૪ દિવસના રોકાણ પર ૭.૨૫% સુધીનું વાર્ષિક વ્યાજ મેળવી શકો છો. એટલું જ નહીં, વરિષ્ઠ નાગરિકોને ૦.૫૦% વધારાનું વ્યાજ પણ મળશે. આ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વરિષ્ઠ નાગરિકોને ૭.૭૫ ટકા વ્યાજ મળશે.આ સ્કીમ ભારતીય અને  બંને ગ્રાહકો માટે છે, ની અમૃત વૃષ્ટિ યોજના ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ઉપલબ્ધ રહેશે. આમાં ૪૪૪ દિવસ સુધી પૈસા જમા કરાવવાના રહેશે.


 તે જ સમયે, બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાહકોને ૩૯૯ દિવસની ાપણો પર ૭.૨૫% અને ૩૩૩ દિવસની ાપણો પર ૭.૧૫% ઓફર કરવામાં આવી છે. 
વરિષ્ઠ નાગરિકોને ૦.૫૦% વધારાના વ્યાજ દર મળશે. તે ૩૯૯ દિવસ માટે ૭.૭૫% અને ૩૩૩ દિવસ માટે ૭.૬૫% રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News