ઘઉંના લોટથી ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ સ્પ્રિંગ રોલ્સ, એકવાર ચાખીને આંગળા ચાટતા રહી જશો

  • September 19, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઘઉંના લોટમાંથી બનેલા સ્પ્રિંગ રોલ્સ માત્ર હેલ્ધી જ નથી પણ ખૂબ જ ટેસ્ટી પણ હોય છે. બાળકો ઘણીવાર ક્રિસ્પી અને મસાલેદાર સ્પ્રિંગ રોલ્સ માટે ક્રેઝી હોય છે. માટે ઘઉંના લોટની મદદથી ઘરે જ બનાવો તો તે વધુ સારું રહેશે. ઘરમાં નાના બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિને તેનો સ્વાદ ગમશે. તેને બનાવવું ખૂબ જ સરળ છે અને આ માટે મનપસંદ સ્ટફિંગનો ઉપયોગ પણ કરી શકો છો. તો જાણો ઘઉંના લોટમાંથી ક્રિસ્પી સ્ટ્રીટ સ્ટાઈલ સ્પ્રિંગ રોલ્સ બનાવવાની રીત.


ઘઉંના લોટથી સ્પ્રિંગ રોલ્સ બનાવવા માટેની સામગ્રી:


 લોટ - 1 કપ

 મીઠું - 1/2 ચમચી

 તેલ - 2 ચમચી

 પાણી - જરૂરિયાત મુજબ


સ્ટફિંગ માટેની સામગ્રી:


 છીણેલું ગાજર

 છીણેલી ડુંગળી

 સમારેલી લીલી ડુંગળી

 સમારેલ કેપ્સીકમ

 સમારેલી લીલી ચોળી

 સોયા સોસ

 મરચું પાવડર

 કાળા મરીનો પાવડર

 તળવા માટે તેલ


(આ બધી વસ્તુઓ જરૂરિયાત અને સ્વાદ પ્રમાણે લઈ શકો છો)


રીત:


  • સૌ પ્રથમ એક મોટા બાઉલમાં લોટ, મીઠું અને તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો.

  • હવે થોડું-થોડું પાણી ઉમેરો અને નરમ લોટ બાંધો.

  • પછી લોટને 15-20 મિનિટ ઢાંકીને રાખો.

  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં છીણેલું ગાજર, ડુંગળી, લીલી ડુંગળી, કેપ્સિકમ અને લીલી ચોળી નાખીને ફ્રાય કરો.

  • જ્યારે શાકભાજી સારી રીતે તળાઈ જાય, ત્યારે તેમાં સોયા સોસ, લાલ મરચું પાવડર અને કાળા મરી પાવડર નાખીને મિક્સ કરો.

  • ગૂંથેલા કણકના નાના-નાના બોલ બનાવો. દરેક બોલને પાટલી પર વણી અને પાતળી રોટલી બનાવો.

  • આ રોટલી પર તૈયાર સ્ટફિંગ મૂકો અને રોલ બનાવવા માટે કિનારીઓને ફોલ્ડ કરો.

  • એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલા સ્પ્રિંગ રોલ્સને સોનેરી થાય ત્યાં સુધી તળો.
    ​​​​​​​
  • પછીગરમાગરમ સ્પ્રિંગ રોલ્સને ચટણી સાથે સર્વ કરો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application