રાજકોટ માર્કેટ યાર્ડમાં કાલે હનુમાન જયંતીની રજા જાહેર

  • April 11, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરિપત્ર પ્રસિધ્ધ કરીને આવતીકાલે તા.૧૨ એપ્રિલના રોજ હનુમાન જયંતીની રજા જાહેર કરવામાં આવી છે જેથી આવતીકાલે હરરાજી સહિતના કામકાજ બધં રહેશે. આજથી જ આવકો બધં કરાઇ છે અને ખેડૂતોને માલ નહીં લાવવા અપીલ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હવે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ધાણા, મેથી, તુવેર, ઘઉં, ચણા, જી, સુકા મરચા તથા મગફળીની આવક સંપૂર્ણપણે બધં રહેશે. યારે સુકા મરચાની આવક અંગેની વ્યવસ્થા થયે આવકનો અલગથી મેસેજ કરવામાં આવશે. ઉપરોકત સિવાયની અન્ય તમામ જણસીની આવક ૨૪ કલાક રાબેતા મુજબ ચાલુ રહેશે. આવતીકાલે શનિવારે હનુમાન જયંતીની રજા અને ત્યારબાદ રવિવારની રજા પછી સોમવારે સવારે યાર્ડ ખુલશે.
આવતીકાલે બેડી યાર્ડ સંકુલમાં મુખ્ય પ્રવેશદ્રાર નજીક આવેલા કષ્ટ્રભંજન હનુમાનજી મંદિરે સવારે મહાઆરતી બાદ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ બાદ બપોરે ભોજનપ્રસાદ યોજાશે જેમાં યાર્ડના તમામ વેપારીઓ, કમિશન એજન્ટસ, કચેરીનો સ્ટાફ, મજુરો, ટ્રાન્સપોર્ટર્સ તેમજ ડ્રાઇવરો સહિત સૌ મહાપ્રસાદ ગ્રહણ કરશે

હનુમાન જયંતીની રજા શા માટે રખાય છે ?
આજથી ૧૧ વર્ષ પૂર્વે ૨૦૧૪માં નવા નિર્માણ કરાયેલા બેડી માર્કેટ યાર્ડ સંકુલમાં બબ્બે વર્ષ વિતી જવા છતાં વેપાર ધંધા જામતા ન હતા આથી જૂના યાર્ડમાંથી સ્થળાંતર કરી બેડી યાર્ડમાં ગયેલા વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા આટલું ઓછું હોય તેમ ૨૦૧૬માં નોટબંધી અને ૨૦૧૭માં જીએસટી અમલી થતા સળગં ત્રણ વર્ષ સુધી વેપારીઓની હાલત માઠી થઇ હતી. ત્યારબાદ યાર્ડમાં કાર્યરત ૫૦૦ જેટલા દુકાનદાર વેપારીઓએ સાથે મળીને કષ્ટ્રભંજન હનુમાનજીના વિશાળ મંદિરનું નિર્માણ કયુ હતું પછી વેપાર ધંધાની ગાડી પાટે ચડી હતી. આ મંદિર નિર્માણ કરાયું ત્યારથી દર વર્ષે હનુમાન જયંતિએ યાર્ડ સંપૂર્ણ રજા પાળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application