ઉનાળુ વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે આગામી તારીખ 6 મેથી 9 જૂન સુધી સમર વેકેશનની રજા બાળકો માણી શકશે.ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.
વાર્ષિક પરીક્ષાઓ પૂરી થતાં વિદ્યાર્થીઓ તેમના મનપસંદ વેકેશનની રાહ જોતા હોય છે ખાસ કરીને ઉનાળા દરમિયાન આવતા મોટા વેકેશનમાં ફરવાની સાથે અલગ અલગ એક્ટિવિટી માં જોડાઈ જતા હોય છે. વેકેશનને અનુરૂપ સમર ક્લાસીસ નો પણ પ્રારંભ થઈ ગયો છે. પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું. રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દશર્વિેલ તારીખ મુજબનું ઉનાળું અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની પ્રાથમિક, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech