મુંબઇના ઘટકોપર વિસ્તારમાં હોડિગ ધરાશાયી થતા સર્જાયેલી દુર્ઘટનાના દેશભરમાં પડઘા પડા છે, રાજકોટ શહેરમાં પણ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા હોડિગનો સર્વે કરવા તેમજ સર્વેમાં કઇં પણ વાંધાજનક મળે તો એડ એજન્સી કે હોડિગ માલિકને તુરતં નોટિસ ફટકારવા આદેશ કરાયો હતો.
વિશેષમાં એસ્ટેટ બ્રાન્ચ અને દબાણ હટાવ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વે દરમિયાન ન્યુ રિંગ રોડ, નાગેશ્વર અને જામનગર રોડ સહિતના વિસ્તારોમાંથી કુલ ૨૦ જેટલા મંજૂરી વિના ઉભા કરાયેલા હોડિગ બોર્ડ મળ્યા છે અને તે તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ ઉપરાંત એડ એજન્સીઓ હસ્તકના અને મંજૂરી મેળવીને મુકાયેલા હોય તેવા અનેક હોડિગ બોર્ડમાં પણ મંજરીની શરતોનો ભંગ, વિવિધ અનિયમિતતાઓ, નિયમભગં જોવા મળતા આ તમામ હોડિગ બોર્ડની એડ એજન્સીઓને આજે સવારથી નોટિસોની બજવણી કરવામાં આવી રહી છે. મંજૂરી હોય અને નિયમભગં થતો હોય તો દુરસ્તી કરવા અને જો બોર્ડની મંજૂરી જ મેળવી ન હોય તો ગેરકાયદેસર હોડિગ બોર્ડ ૪૮ કલાકમાં દૂર કરવા નોટિસ ફટકારાઇ છે.
મહાપાલિકા વિસ્તારમાં હોડિગનો સર્વે શ કરી નોટિસો ફટકારવામાં આવી રહી છે પરંતુ ડા વિસ્તારમાં આવેલા અનેક હોડિગ બોર્ડ મામલે આજ દિવસ સુધી સર્વે કે પ્રિમોન્સૂન પ્લાન હેઠળની કોઇ જ કાર્યવાહી શ કરાઇ નથી તેમજ ડા વિસ્તારમાં કુલ કેટલા હોડિગ બોર્ડ છે તેની વિગતો પણ ઉપલબ્ધ નહીં હોવાનું ખુદ ડાના અધિકારીઓ–ઇજનેરી વર્તુળોએ સ્વીકાયુ હતું
હોડિગના વિનાઇલ ઉપર પ્રકાશક, પ્રિન્ટર, એજન્સીના નામ લખો; કમિશનર લાલઘૂમ
રાજકોટ મહાપાલિકામાં હોડિગ બોર્ડની કામગીરી સંભાળતી એસ્ટેટ બ્રાન્ચ અને જાહેરાતોના બોર્ડ બેનર જ કરવાની કામગીરી કરતી દબાણ હટાવ બ્રાન્ચને મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે દરેક હોડિગ બોર્ડની વિનાઇલ ઉપર પ્રિન્ટર, પ્રકાશક અને એજન્સીનું નામ લખવું જ પડે, જો લખ્યું ન હોય નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરો. વિનાઇલ બનાવતા હોય તેવા ધંધાર્થીઓને પણ આ મામલે કડક તાકિદ કરો તેમ જણાવ્યું હતું.
મનપા પોતાના સ્ટ્રકચરલ એન્જિનિયર મારફતે હોડિગની ચકાસણી કરાવશે
રાજકોટમાં પરવાનગી ધરાવતા હોય તેવા તમામ હોડિગ બોર્ડ મામલે સંબંધિત એડ એજન્સીઓએ તેમના તરફથી સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કર્યા છે અને તે સર્ટિફિકેટની મુદ્દત બે વર્ષથી પાંચ વર્ષ સુધીની હોય છે છતાં એસ્ટેટ બ્રાન્ચ, ટીપી બ્રાન્ચ કે દબાણ હટાવ બ્રાન્ચને કોઇ પણ હોડિગ બોર્ડનું સ્ટ્રકચર નબળુ હોવાની શંકા જણાય તો મહાપાલિકા પોતાના સ્ટ્રકચરલ એન્જીનિયર પાસે હોડિગ બોર્ડની ફેર ચકાસણી કરાવશે અને તે ચકાસણીનો રિપોર્ટ જે કઇં પણ આવે તે મુજબ આગળની કાર્યવાહી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech