હોડિગ્સની આવકનો ટાર્ગેટ ડબલ: ૧૧.૫૦ કરોડ સૂચવ્યા, નવી સાઈટસ ઉભી કરાશે

  • January 31, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ડ્રાટ બજેટમાં કમિશનરે હોડિગ્સની આવકનો ટાર્ગેટ ગત વર્ષ કરતા ડબલ કર્યેા છે ગત વર્ષમાં આવકનો ટાર્ગેટ રૂા.૫.૫૦ કરોડ હતો જેની સામે વર્ષ ૨૦૨૪–૨૫માં આવકનો ટાર્ગેટ રૂા.૧૧.૫૦ કરોડ સૂચવ્યો છે. અલબત્ત કહી શકાય કે ડબલથી પણ વધુ સૂચવ્યો છે.

અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં અંદાજે મહાપાલિકાની ૪૦૦ જેટલી હોડિગ્સ સાઈટસ છે તેમજ આગામી દિવસોમાં શહેરમાં નવા ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર–૧ (પાર્ટ) તેમજ કોઠારીયા અને વાવડી સહિતના વિસ્તારોમાં નવી હોડિગ્સ સાઈટસ ઉપસ્થિત કરવામાં આવશે અને તેમાંથી પણ માતબર રકમની આવક થશે તેવા અંદાજના આધારે રૂા.૧૧.૫૦ કરોડનો લયાંક આપવામાં આવ્યો છે.  અન્ય બજેટરી ટાર્ગેટ ઉપર નજર કરીએ તો મિલકત વેરા વસુલાતનો ટાર્ગેટ રૂા.૪૨૬ કરોડ અપાયો છે, પ્રોફેશનલ ટેકસનો ટાર્ગેટ રૂા.૩૫ કરોડ અપાયો છે, યારે વ્હીકલ ટેકસનો ટાર્ગેટ રૂા.૩૦ કરોડ અપાયો છે. મિલકત વેરામાં, થિયેટર ટેકસમાં તેમજ વ્હીકલ ટેકસમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હોય તેના ટાર્ગેટમાં વ્યાજબી વધારો સૂચવાયો છે. યારે હોડિગ્સની આવક ડબલ થઈ શકે તેમ હોય તેમાં વિશેષ વધારો સૂચવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application