ફોનમાં મશગુલ હિતેશ બીજા માળેથી ખાબકતા પતરું બેઠકના ભાગે ઘૂસી ગયું, પરિવાર પ્રસંગમાં ગયો હોય રાત્રે ફોનમાં વાત કરતી વખતે ધ્યાન ન રહ્યું

  • May 06, 2025 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોબાઈલમાં લોકો એટલી હદે મશગુલ બની જતા હોય છે કે સામેથી આવતા માણસો, વાહન સાથે અથડાવવા અને ધાબા પરથી પડી જવાના બનાવ પણ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો જ બનાવ ભગવતી પરામાં સામે આવ્યો છે. યુવક મકાનના બીજા માળે રાત્રીના ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા પાળી ટપી નીચે પટકાતા ત્યાં ઉભું પતરું હોય તે બેઠકના ભાગે ઘુસી જતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


ફોનમાં વાત કરતી વખતે બનાવ બન્યો 

પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા શેરી નં-5માં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હિતેષભાઇ હરિભાઈ રાઠોડ (ઉ.વ.38)નો યુવક રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં મકાનના બીજા માળે ફોન પર વાત કરતો હોય દરમિયાન ફોનમાં વાતો દરમિયાન એટલી હદે બેધ્યાન બની જતા સીધા નીચે પટકાતા નીચે પતરું હોય તે બેઠકના ભાગે ઘુસી જતા બેઠક અને શરીરના ભાગે ઇજા થઇ હતી. ધડામ અવાજ આવતા પડોશીઓ આવી ગયા હતા અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવકના પરિવારજનો અમરેલી પ્રસંગમાં ગયા હતા અને રાત્રે ઘરે એકલો હતો ત્યારે ફોનમાં વાત કરતી વખતે બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application