જામનગર, ધ્રોલ અને જોડિયા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જુન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

  • May 06, 2025 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૬ મે, રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર - ૨૦૨૫માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી. ફરજિયાત દર્શાવવાનો રહેશે.


ઓદ્યોગિક તાલીમ સંસ્થા ગુલાબનગર ખાતે ધો.૧૦ પાસ માટે ફિટર, કોપા, મિકેનિક ડીઝલ તથા ધો.૮ પાસ માટે વાયરમેન ટ્રેડની બેઠકો પર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જોડીયા ખાતે ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) તથા ધો.૦૮ પાસ માટે વાયરમેન ટ્રેડની બેઠકો પર તથા ઓદ્યોગિક તાલીમ સંસ્થા ખારવા રોડ ધ્રોલ ખાતે ધો.૧૦ પાસ માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, કોપા, બ્યુટીપાર્લર, મેકેનિક મોટર વ્હીકલ અને મેકેનિક ડીઝલ તથા ધો.૮ પાસ માટે વાયરમેન, સીવણ અને વેલ્ડર ટ્રેડની બેઠકો પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 


ઓનલાઈન પ્રવેશ ફોર્મ https://itiadmission.Rularat.gov.in વેબસાઇટ પર ભરવાનું શરુ થઇ ગયું છે. જે તારીખ ૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી (નોન રિફંડેબલ) ઓનલાઈન પધ્ધતિથી ભરવાની રહેશે.


ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીના તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી choice filling કરી શકશે.


એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઇચ્છતા હશે તો તેઓએ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ તારીખ ૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં સુધારો કરાવી શકશે.


ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલા પ્રવેશ ફોર્મ ભરવા સંબંધની જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આ ખાતાની વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in  ઉપરથી અભ્યાસ કરી જરૂર જણાયે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.


સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગત, અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરીટ યાદી નક્કી કરવાની પધ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોશનમની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલ છે. જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરીને ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર મુકેલ તમામ માહિતી તથા સૂચનાઓ વાંચી લેવાની રહેશે.


સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટમાં મૂકવામાં આવશે.


રાજ્યની તમામ સરકારી સંસ્થાઓ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે નજીકના હેલ્પ સેન્ટર ઉપરોક્ત તારીખો દરમ્યાન સવારે ૧૧.૦૦ કલાકથી સાંજ ના ૫.૦૦કલાક સુધી કાર્યરત રહેશે. તેમ જામનગર, ધ્રોલ અને જોડિયા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યોની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application