ચોમાસું ઉભું રહી ગયું: અનેક રાજયોમાં હિટ વેવ

  • June 13, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈત્યના ચોમાસાએ ગુજરાતમાં ગયા મંગળવારે એન્ટ્રી લીધા પછી ચોમાસુ ઉભું રહી ગયું છે. મંગળવારે નવસારી સુધી ચોમાસુ પહોંચી ગયું હતું અને આજે પણ નવસારી આસપાસથી આગળ વધ્યું નથી. મોનસુન લાઇન મુજબ ચોમાસું નવસારી જલગાવ અમરાવતી સુધી પહોંચ્યા પછી છેલ્લા ૪૮ કલાકથી યથાવત પરિસ્થિતિમાં જળવાઈ રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છતાં વરસાદ ખેંચાઈ જવાની ભીતિ ઉભી થઇ છે.

આસામમાં જોરદાર સાયકલોનીક સકર્યુલેશન હોવાના કારણે ત્યાં વરસાદ પડી રહ્યો છે. કોકણ ગોવામાં પણ વરસાદ ચાલુ છે. પરંતુ તે સિવાય દેશના મોટાભાગના રાયોમાં વરસાદના અભાવે ગરમીનું જોર વધી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર–પાંચ દિવસ સુધી નોર્થ વેસ્ટ અને ઇસ્ટના રાયોમાં હીટ વેવ તથા સીવિયર હીટ વેવની શકયતા છે.

જે રાયોમાં હિટવેવ ની શકયતા દર્શાવવામાં આવી છે તેમાં ઇસ્ટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે મહત્તમ તાપમાન ૪૭.૧ ડીગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર ઝારખડં પશ્ચિમ બંગાળ પંજાબ હરિયાણા દિલ્હી ચંદીગઢ ઉત્તરાખડં રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડીસા સહિતના રાયોમાં હીટ વેવ અને સીવીયર હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં માવઠાનો અને નૈઋત્યના ચોમાસાનો વરસાદ બધં પડી ગયો છે અને તેના કારણે મહત્તમ તાપમાન અનેક જગ્યાએ ઉછળ્યું છે. બુધવારે સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટમાં ૪૧.૮ ડીગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં ૪૧.૭ ગાંધીનગરમાં ૪૧ ડીસામાં ૪૦.૧ અમરેલીમાં ૪૦.૩ અને અમદાવાદમાં ૪૦.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બુધવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી ગુવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં માત્ર આઠ તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે. સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ૨૭ મીલીમીટર નોંધાયો છે. નવસારીમાં છ, જલાલપુરમાં પાંચ, ચીખલીમાં બે અને ખેરગામમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના પારડીમાં પાંચ, ઉમરગામમાં પાંચ અને વાપીમાં બે મિલીમીટર વરસાદ થયો છે. આજે પણ રાયના અનેક જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાની આગાહી કરવામાં આવી છે. પરંતુ સવારે ૬ થી ૮ ના પ્રથમ બે કલાકમાં રાયના એક પણ વિસ્તારમાં એક પણ છાંટો વરસાદનો પડો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application