રાજકોટ–ગોંડલ નેશનલ હાઇવે પર ભુણાવા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે,પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મૂળ યુપીનો અને ગોંડલના નાગડકા રોડ ઉપર આવેલી માધવ કોટનસ્પિન નામની જિન મિલમાં મજૂરી કામ કરતા અરવિંદ લાલસિંહ ઉૈન (ઉ.વ.૧૮)નો યુવક ગઈકાલે સાંજે ભુણાવા નજીક શિવ બોઇલર કારખાના પાસેથી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા વાહનએ યુવકને ઉલાળતા રોડ પર ફંગોળાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને જિનમીલમાં કામ કરતા સાથી કર્મીઓ સહિતના દોડી આવ્યાં હતાં અને ૧૦૮ને જાણ કરતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ જાહેર કરતા સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી મૃતકના ભાઈ અભિષેક ઉૈનની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને બંને ભાઈઓ ગોંડલ નજીક જિન મિલમાં નોકરી કરતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech