હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાનો ઈન્કાર કરી દીધો છે. પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહીતના ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર પર અસર પડી રહી છે અને આ હડતાલના કારણે મિડલ કલાસ લોકો હલાકી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ર, હરિયાણા, જમ્મુ–કાશ્મીર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરાખડં અને ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસી શકે છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૦ રાયોમાંથી પેટ્રોલ અને ડીઝલ પપં ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે. અહીં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ફળો, શાકભાજી, દૂધ અને કૃષિ સામાનના પુરવઠાને અસર થઈ રહી છે. ઘણી જગ્યાએ, વહીવટીતત્રં પુરવઠો પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક કરી રહ્યું છે.
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટરોએ હજુ સુધી હડતાળની જાહેરાત કરી નથી. મંગળવારે દિલ્હીમાં મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તો વાહનચાલકો જાતે જ વાહનો છોડીને નીચે ઉતરી રહ્યા છે. બીજાને પણ ચલાવવા દેતા નથી.
મધ્યપ્રદેશમાં તેની વધુ અસર છે. મધ્યપ્રદેશમાં એસોસિએશનના અધિકારી વિજય કાલરાએ જણાવ્યું કે, રાયમાં છ લાખ ટ્રક છે. દોઢ લાખ ટ્રકોના પૈડા બે દિવસથી થંભી ગયા છે. સત્તાવાર જાહેરાતથી સ્થિતિ વધુ વણસી શકે છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું, દેશમાં ૯૫ લાખ ટ્રક છે. ૩૦ લાખથી વધુનું કામકાજ થઈ રહ્યું નથી.
ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિત અન્ય શહેરોના બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. એકલા ઈન્દોરમાં જ લગભગ ૯૦૦ બસો બધં છે. મધ્ય પ્રદેશ સ્કૂલ બસ સર્વિસ ઓપરેટર કમિટીના અધ્યક્ષ શિવકુમાર સોનીએ કહ્યું કે મંગળવારે પણ સ્કૂલ બસ અને સ્કૂલ વાન બધં રહેશે. રાયમાં કુલ ૧.૨૫ લાખથી વધુ સ્કૂલ બસો અને વાન દોડે છે. હડતાળને કારણે ભોપાલની ૫ શાળાઓમાં ૨ જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે.
કાયદો પાછો ખેંચો: ટ્રક ચાલકો
કેન્દ્ર સરકાર દ્રારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.
વિરોધ કરનારાઓની શું છે દલીલ?
વાસ્તવમાં પરિવહન ઉધોગના નિષ્ણાતો અને ડ્રાઇવરો દલીલ કરે છે કે, આ કાયદો બેધારી તલવાર છે. જો અકસ્માત બાદ ડ્રાઈવર મદદ લેવા માટે રોકે તો પણ તેના પર ટોળા દ્રારા હત્પમલો થવાનો ભય રહે છે. જો તે હત્પમલાથી બચવા ભાગી જશે તો તેને કાયદા મુજબ ૧૦ વર્ષની જેલ થશે. જેના કારણે રોડ પર અકસ્માત થવાથી તેનું આખું જીવન પ્રભાવિત થઈ શકે છે.
આ કાયદાનો શા માટે વિરોધ?
જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.નવો કાયદો કહે છે કે જો કોઈ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ૭ લાખ પિયાનો દડં પણ ભરવો પડશે. નવા નિયમો ખાનગી વાહન ચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.
ટ્રક હડતાલથી મોંઘવારી વધશે
ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. તેમજ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બધં થવાની સંભાવના છે. દેશમાં ૮૦ લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાળના કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાને કારણે જીવનજરી વસ્તુઓની અછત સર્જાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech