પાલીતાણા જાલોરી ભવનમાં મહાવીર જન્મ વાચનની ઐતિહાસીક ઉછામણી

  • September 07, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૈનાચાર્ય પ્રવચન પ્રભાવક  કિર્તીયશસુરીશવરજી મહારાજનાં સાનિધ્યમાં જૈનોના મહાપર્વ પર્યુષણાની આરાધનાં ૪૦૦૦ ભાવિકો ઉલ્લાસ સાથે કરી રહ્યા છે.૩૫૦ સાધુ-સાધ્વિની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતીના કારણે વૈરાગ્યનગરી જેવું વાતાવરણ તીર્થધામ-પાલીતાણામાં અનુભવાય રહયુ છે. ગત તા.૪-૯-૨૦૨૪ બુધવારે જૈનોની ભગવદગીતા ગણાતા કલ્પસુત્ર આગમ શ્રવણમાં ૨૪માં તીર્થંકર  મહાવીર સ્વામીનાં જન્મનો વૃત્તાંત આચાર્ય મહારાજે ઉભા થઈને સંભળાવતા નાળીયેરનાં વર્ધાપન સાથે પુર્ણશાળી પરીવારોએ પારણામાં પ્રભુજીને પધરાવી જુલાવવાનો મહાન લાભ મેળવ્યો હતો. એ પુર્વે બપોરે ૨ થી ૫:૩૦ દરમ્યાન પ્રભાનાં માતાજી ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહા સ્વપ્નો ઉતારવા માટેની ઉછામણી ખુબજ જોરદાર બની ૩૦ લાખ મણ થી વધુ રાશી દેવવ્ય ખાતે જમા થઈ, જેનો ઉપયોગ જીનાલયોના જીર્ણોધ્ધાર તેમજ નવનિમાર્ણ માટે જ કરવામાં આવે છે. પ્રભુજીનું ઘોડીયુપારણું ૧૧ કીલો ચાંદી માંથી નવુ નકકોર બનાવાયુ હતું, જેને સોનાથી રસવામાં આવ્યુ હતું, પ્રભુજી રૂપે શ્રીફળ પણ રજત સુવર્ણમય હતું. ૪૦૦૦ (ચાર હજાર) ભાવિકોએ આ વિરલ દુશ્ય જોઈ જીવનનું સંભારણું બનાવ્યુ હતુ, ગુરૂવાર તા.૫-૯-૨૦૨૪ના આચાર્યએ ગણધરવાદનું વિશીષ્ટ પ્રવચન સંભળાવ્યુ હતું. શુક્રવારે  મહાવિરસ્વામીની પરંપરામાં થયેલ પ્રભાવક આચાર્યોનાં ગુણાનુવાદનું પ્રવચન થશે, શનિવારે સવંત્સરી મહાપર્વ ઉજવાશે અને રવિવારે મહાપર્વનાં પારણા થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application