ઐતિહાસિક તપ : રાષ્ટ્ર્રસંત નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પરમ વિશુધ્ધિજી મ.સા.એ ૨૮૫ ઉપવાસ કર્યા

  • August 19, 2023 06:18 PM 

રાષ્ટ્ર્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા મહાતપસ્વી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની આરાધનાની થઈ રહેલી પૂર્ણતા પર એમના પારણા અવસરે તપોત્સવનું વિશેષ આયોજન ગિરનાર ભૂમિ પર નવનિર્મિત પારસધામના આંગણે ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ મંગળવારના દિને કરવામાં આવ્યું છે.


ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સાધ્વીરત્ના એવા પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ માત્ર ૨૨ વર્ષની નાની વયમાં, માત્ર ૧૮ મહિનાની દીક્ષા પર્યાયમાં, સમગ્ર સ્થાનકવાસી સમાજમાં ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની અતિ ઉગ્ર આરાધના નિર્વિધ્ને પરિપૂર્ણ કરતાં ન માત્ર ગોંડલ સંપ્રદાય પરંતુ સમગ્ર જૈન સમાજ ચારે તરફથી પૂય તપસ્વી મહાસતીજી પ્રત્યે અનુમોદના અને વંદનાનો વરસાદ વરસાવી રહ્યાં છે.


વિશેષમાં, ૧૮ મહિના પહેલાં દીક્ષા અંગીકાર કરનારા પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ દીક્ષાના દિવસે ચૌવિહાર ઉપવાસ સાથે સળગં ૩૦ દિવસના ઉપવાસની માસક્ષમણ તપની આરાધના બાદ ૩૧માં દિવસે પ્રથમવાર સંયમી સ્વરૂપે ગૌચરી ગ્રહણ કરી હતી. દીક્ષા જીવનના પાંચમા મહિને ફરીને પૂજય મહાસતીજીએ ૩૧ ઉપવાસની ઉગ્ર આરાધના કરીને પોતાના આત્માને સંયમ અને તપથી ભાવિત કર્યા અને દીક્ષા જીવનના સાતમા મહિનાથી ફરીને ૨૮૫ ઉપવાસ સાથેના મુકતાવલી મહાતપનો પ્રારભં કરીને એની નિર્વિધ્ને પરિપૂર્ણતા કરી રહ્યાં છે ત્યારે એમના પારણા અવસરે તપોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. મહાસતીજીના ઉગ્ર તપની અનુમોદના સ્વપ તપોત્સવ નિમિત્તે સેંકડો ભાવિકો ૨૩ દિવસના દ્રવ્ય તપ કરીને અહોભાવિત બની રહ્યાં છે. એ સાથે જ, આ તપોત્સવની અનુમોદના સ્વપે તારીખ ૨૬, ૨૭ અને ૨૮ ત્રણ દિવસના ઉપવાસ સાથેની તપ મૌન સાધના શિબિરનું વિશિષ્ટ્ર આયોજન પરમ ગુદેવના સાંનિધ્યે પારસધામના પ્રાંગણે કરવામાં આવ્યું છે.


જૂનાગઢમાં ચાતુર્માસ બિરાજમાન તપસ્વી રત્ના કલ્પનાબાઈ મહાસતીજી, પુનિતાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૭ની સાથે જુનાગઢ સ્થિત દરેક ફીરકાઓના પૂજનીય સતં –સતીજીઓ, સંઘો, સમગ્ર સૌરાષ્ટ્ર્રના શ્રીસઘં પદાધિકારીઓ, ગુજરાત, મહારાષ્ટ્ર્ર, મુંબઈ, કોલકત્તાના સઘં પદાધિકારીઓ સાથે અનેક મહાનુભાવો અને અનેક ક્ષેત્રોથી હજારો ભાવિકો પારસધામ પધારીને તપસ્વી મહાસતીજીની અનુમોદના કરવા ઉત્સાહી બની રહ્યાં છે. આ અવસરે સમગ્ર જૂનાગઢના જૈન પરિવારોમાં થનગનાટભરી અનુમોદના સાથે નવકારશી ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ છે એમ પ્રોફેસર દામાણીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application