રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક નવ નિર્મિત હિરાસર આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર રૂ.326 કરોડના ખર્ચે 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલુ અદ્યતન ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ હજુએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તો મુસાફરો અને રાજકોટના બિઝનેસ ક્લાસ વ્યક્તિઓને રાહ જ જોવી પડશે. આ ઉપરાંત મુસાફરોને હવે જે વ્યવસ્થા છે તેમાં જ 10 વર્ષ સુધી ચલાવવું પડશે કારણ કે આગામી 10 વર્ષ સુધી કોઈ કામગીરી નહીં થાય તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત ટર્મિનલ નવું છે પ બેગેજ ચેકીંગ સિસ્ટમ હજુ પણ મેન્યુઅલ રાખવામાં આવી છે તેમાં પણ એવી વાત છે કે,મુસાફરોની સંખ્યા વધશે તો જ ઇનલાઇન સિસ્ટમ કરવામાં આવશે માટે ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થિતિ હજુએ દૂરથી ડુંગર રળિયામણા જેવી જ છે.
રાજકોટ સહીત દેશમાં ચાલતા વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પૈકીના રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ છે પરંતુ બંનેની સ્થિતિ હજુ નામ બડે દર્શન છોટે જેવી જ છે, બંનેના લોકાર્પણ કરી દેવામાં આવ્યા બાદ પણ હજુ સુધી પ્રોજેક્ટ પૂર્ણ રીતે કાર્યરત થયા નથી પરંતુ વાહવાહી દરેક વખતે કરવામાં કોઈ કશર છોડવામાં આવતી નથી. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી 35 કિમિ દૂર આવેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની છે. શરૂઆતથી જ આયોજન વગર શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનું કામ ધીમી ગતિએ ચાલતા નિયત સમયમાં પૂરું નથી થયું. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે એવી વાતો ઘણા વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હવા જ છે. એરપોર્ટની હયાત વ્યવસ્થામાં પણ અનેક અવ્યવસ્થાના મુસાફરોને ખરાબ અનુભવો થયા છે. એરપોર્ટ અધિકારીઓ અને તંત્ર દ્વારા હજુએ વાહવાહી કરવામાં પાછળ રહેતું નથી.
હજુ એ જો અને તો ઉપર જ એરપોર્ટની વ્યવસ્થા ચાલી રહી છે, નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં સી પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખી 256 જેટલા કેમેરા, તેમજ 14 એરક્રાફ્ટના પાર્કિંગ માટે એપ્રન પણ છે. નવા ટર્મિનલમાં 3 ક્ધવેયર બેલ્ટ, 20 જેટલાં ચેક ઇન કાઉન્ટર, 1800થી વધારે મુસાફરોને હેન્ડલ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત દર કલાકે 300 મુસાફરો અવરજવર થઈ શકે તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ દાવો પણ કેટલો સાચો પડે છે એ પણ જોવું રહ્યું છે.
ઇમિગ્રેશનની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શ થશે: પાલા
લોકાર્પણ પ્રસંગેના લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળી ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપી દીધું છે. એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. આ ઉપરાંત ઇમિગ્રેશન વિભાગની પણ મંજૂરી મળી જશે. કસ્ટમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયા બાદ ઇમિગ્રેશનની મંજૂરીની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં થઈ જશે. જે બાદ આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે.
કસ્ટમની મંજૂરી મળતા કાર્ગો ફ્લાઈટથી વિદેશમાં સામાન મોકલી શકાશે: એરપોર્ટ ડાયરેક્ટર
રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થતાં ગુડ્સ લોડિંગ-અનલોડિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. જેને લીધે આગામી સમયમાં રાજકોટથી ગુડ્સ વહન અર્થે આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરી શકવાના માર્ગ ખૂલ્યા છે. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માલસામાન દેશ પરદેશમાં વિમાન દ્વારા મોકલી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech