શનિ રવિ ની રજાના બે દિવસમાં 10 ફલાઇટ મોડી અને બે ફલાઇટ કેન્સલ થતાં સામાન્ય પેસેન્જર થી લઈને સેલિબ્રિટી માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ બે દિવસમાં રાજકોટથી ઉડાન ભરતી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ હવામાન અને ઓપરેશનલ કારણથી કલાકો સુધી મોડી થઈ હતી.
રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જ્યારે ઉડાન ભરે ત્યારની વાત પણ અત્યારની પરિસ્થિતિમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં ભારે અનિયમિતતા આવી ગઈ છે. હવામાન કરતાં પણ ટેકનિકલ કારણોસર સૌથી વધારે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડે છે તેના લીધે મુસાફરોને ટર્મિનલ પર બેસવાનો જ વારો આવે છે કારણ કે રાજકોટ એરપોર્ટ શહેરથી ખાસ્સું દૂર હોવાના કારણે પેસેન્જર પરત પણ આવી શકતા નથી તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.
ગત સપ્તાહમાં બે દિવસમાં એટલે કે શનિ રવિ ની રજા દરમિયાન 10 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી જેમાં સાંસદ ચુડાસમા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતને કલાકો સુધી વી.આઈ.પી. ચેમ્બરમાં બેસવું પડ્યું હતું.
તો સાથોસાથ મુસાફરોને પણ ટર્મિનલ બિલ્ડીંગમાં બેસવાનો વારો આવ્યો હતો. મુંબઈમાં વરસાદના કારણે એક પછી એક લાઈટ કેન્સલ થઈ હતી તો અમુક ફ્લાઈટ મોડી પડી હતી. ઈન્ડિગો એરલાઇન્સ ની બપોરની 12.30ની ફલાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. છેવટે તેમને વાહન દ્વારા અમદાવાદ અને ત્યાંથી અન્ય ફ્લાઈટ લઈને મુંબઈ જવું પડ્યું હતું તો એર ઇન્ડિયા ની સાંજની 6:30 કલાકની ફ્લાઈટ આ ઉપરાંત ઈન્ડીગોની રાતની આઠ વાગ્યાની ફ્લાઇટ મોડી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech