જામનગર શહેરમાં નાતાલની રાત્રે સનાતન ધર્મનો સંદેશ આપતી હિન્દુ સેના

  • December 26, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વભરમાં ૨૫ ડિસેમ્બરના દિવસે ઈશાઈ લોકો નાતાલના તહેવાર તરીકે ઉજવી રહ્યા છે. રાત્રિના સમયે ચર્ચોમાં પ્રાર્થના થતી હોય છે. પરંતુ ભારતમાં રહેનારા સનાતની હિન્દુઓ પોતાની વૈદિક સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા દેખાય આવ્યા છે.
હોટલો કે મોટા શો રુમમાં પોતાના બિઝનેસ વધારવા જાહેરાત કરવા માટે ૨૫ ડિસેમ્બરની રાત્રે શાંતાક્લોઝ બનાવી શો રુમ ની દરવાજે કે હોટલોની બહારે ડી.જે. સાથે બાળકોને એકત્રિત કરી નાચ ગાનની પાર્ટીઓ કરતા હોય છે, અને ચોકલેટો આપતા હોય છે. તેથી બાળકો આ સાન્તાક્લોઝ તરફ આકર્ષાય છે, તેમ જ નાતાલ અને ઈસાઈના તહેવારો તરફ વધુ પ્રભાવિત થતા હોય છે.
ખરેખર આપણે ઋષિ મુનિના વંશજો છીએ. આપણે ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણને માનનારા છી, ત્યારે આપણા તહેવારને ઉત્સવ પૂર્વક ઉજવવાનું આપણી સંસ્કૃતિ શીખવે છે. ના કે જોકર બનીને કે તેમની સાથે ઊભા રહીને ડાન્સ પાર્ટીઓ કરવાનું, એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે.
 આજના દિવસે સનાતન હિન્દુ ધર્મના લોકોએ પોતાના આંગણા માં તુલસીજી નું પૂજન કરી અને આ દિવસને ઉજવવો જોઈએ. સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ અનેક ગણું છે, તુલસીને આપણે માતા તરીકે સ્વીકારી પણ છીએ. તેમાંથી આપણી રોગપ્રતિકારક શક્તિ સામે લડવાની તાકાત મળે છે.  આરોગ્યની દ્રષ્ટિએ તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું ઘણું મહત્વ આવેલું છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ તુલસી ને અલગથી સ્થાન આપેલું છે.
જામનગરમાં આ દિવસે હોટલોમાં, શો રૂમમાં બહારે સાન્તાક્લોઝને લઈ થતા કાર્યક્રમોમાં હિન્દુ સેનાના શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં શહેરના પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પ્રમુખ  યશાંક ત્રિવેદી, યુવા ઉપપ્રમુખ હિરેનભાઈ, રાજાભાઈ માવાણી,ઑમ ભાનુશાલી, કરણ દવે, જીલ બારાઇ,હિમાલય હેર આર્ટ વાળા મનાભાઈ લખીયાર, નવઘણસિંહ જાડેજા, રવિ લાખાણી, દિવ્યેશ વિજાણી, રોહિત નારવાની, બીપીનભાઈ પંડ્યા, રાજ રાઠોડ, સહિત અનેક સૈનિકો સાથે મળી શહેરમાં હોટેલો, શો રૂમ પર પહોંચી  સાન્તાક્લોઝ ને તિલક કરી હાર પહેરાવી અને લોકોને સનાતન હિન્દુ ધર્મના અને આપણી સંસ્કૃતિ તેમ જ તુલસી માતા નું મહત્વ સમજાવી અનોખો સંદેશો  પહોંચાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application