બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાનને હવે વધુ એક નવી બીમારી, અભિનેત્રીએ પોસ્ટમાં વ્યક્ત કર્યું દર્દ

  • September 06, 2024 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રી સ્તન કેન્સરથી પીડિત છે. હાલમાં હિના ખાન કીમોથેરાપી કરાવી રહી છે. હિના તેની ટ્રીટમેન્ટને લઈને દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે. આ બધાની વચ્ચે અભિનેત્રીની એક લેટેસ્ટ પોસ્ટે ફેન્સને દુઃખી કરી દીધા છે. હીનાએ પોસ્ટમાં જણાવ્યું છે કે કીમોથેરાપીની આડ અસરને કારણે તેને એક નવો રોગ થયો છે.


હિના ખાન હવે મ્યુકોસાઇટિસથી પીડિત

હિના ખાન સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તે કીમોથેરાપીની આડઅસરોને કારણે મ્યુકોસાઇટિસથી પીડિત છે. હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “કિમોથેરાપીની બીજી આડ અસર મ્યુકોસાઇટિસ છે. જો કે હું તેની સારવાર માટે ડોકટરોની સલાહને અનુસરી રહી છું. જો કોઈ આમાંથી પસાર થયું હોય અથવા કોઈ ઉપયોગી ઉપાય જાણતા હોય તો કૃપા કરીને સૂચવો. જ્યારે તમે કંઈ ખાઈ શકતા નથી ત્યારે તે ખરેખર મુશ્કેલ છે. તે મને ઘણી મદદ કરશે."


હિનાએ ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરી

હિના ખાને તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “કૃપા કરીને સૂચન કરો. કૃપા કરીને પ્રાર્થના કરો.” અભિનેત્રીની આ પોસ્ટ પછી ઘણા ચાહકો સૂચનો પણ આપી રહ્યા છે અને તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક ફેનએ  લખ્યું, "જલ્દી સાજા થાઓ." બીજાએ લખ્યું, "જલદી સાજા થઇ જશો, હું તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છું." એકે કમેન્ટમાં લખ્યું, "ટ્રીટમેન્ટ કરાવો, એક ખોટી સલાહ પરિસ્થિતિને વધુ બગાડી શકે છે."


હિના ખાને આપી હેલ્થ અપડેટ

હિનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ અપડેટ શેર કર્યું હતું અને કહ્યું હતું કે તેણે કીમોથેરાપીનો પાંચમો રાઉન્ડ પૂરો કર્યો છે, જ્યારે હજુ ત્રણ સેશન બાકી છે. હિનાએ તેના ફોલોઅર્સને કહ્યું હતું કે, “મને ખબર છે કે ક્યારેક હું ગાયબ થઈ જઉં છું, અને તમે બધા ચિંતિત થાઓ છો કે હું ક્યાં છું અને કેમ છું. પણ હું ઠીક છું. મેં મારું પાંચમું કેમો ઇન્ફ્યુઝન પૂરું કર્યું છે, વધુ ત્રણ કેમો ઇન્ફ્યુઝન બાકી છે." હિનાએ આગળ કહ્યું, "કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ હોય છે, જેમ કે આજનો દિવસ સારો છે અને હું સારું અનુભવું છું. "


અભિનેત્રીએ આગળ કહ્યું, “ક્યારેક અદૃશ્ય થઈ જવું ઠીક છે, કારણકે મને સ્વસ્થ થવા માટે તે સમયની જરૂર છે. બાકી બધું સારું છે, તમે બધા પ્રાર્થના કરતા રહો. આ એક તબક્કો છે, તે પસાર થશે, તેને પસાર કરવો પડશે અને હું ઠીક થઈ જઈશ. મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે. અને હું લડી રહી છું. તો  હા મને તમારી પ્રાર્થના અને પુષ્કળ પ્રેમ મોકલતા રહો."





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application