કેન્સરની સારવાર વચ્ચે લાલ ડ્રેસ પહેરી દુલ્હન બની હિના ખાન, વીડિયો શેર કરીને કહી આ વાત  

  • September 16, 2024 01:35 PM 

જાણીતી ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. જોકે, કેન્સરની સારવાર દરમિયાન પણ તેણે કામમાંથી બ્રેક લીધો નથી. તેણીની સમસ્યાઓને બાજુ પર રાખીને હિંમતભેર તેણીના કાર્ય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી રહી છે. હાલમાં જ 36 વર્ષની અભિનેત્રી દુલ્હનના અવતારમાં જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


હિના ખાન બની દુલ્હન

કીમોથેરાપી જેવી અઘરી સારવાર છતાં હિના ખાન કામમાંથી બ્રેક લઈ રહી નથી. તે સતત કામ કરી રહી છે. તાજેતરમાં તેણે રેમ્પ વોક કરીને ચાહકોને દંગ કરી દીધા હતા. હાલમાં જ હિના ખાન દુલ્હન તરીકે જોવા મળી હતી. રેડ ડ્રેસ, હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેક-અપ પહેરીને તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું.


અભિનેત્રી તાકાત સાથે સમસ્યાઓનો કરે છે સામનો

હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રેમ્પ વોકનો વીડિયો શેર કર્યો છે.

આ સાથે તેણે એક ઈમોશનલ નોટ પણ લખી છે. કેપ્શનમાં, અભિનેત્રીએ કહ્યું, મારા પિતા હંમેશા કહેતા હતા, હાય ડેડીની મજબૂત દિકરી, ક્યારેય બાળકની જેમ રડતી નહી, તારી સમસ્યાઓ વિશે ક્યારેય ફરિયાદ ન કરતી, તારા જીવન પર નિયંત્રણ રાખજે, ગર્વથી ઉભા રહીને તેનો સામનો કરજે.


‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રીએ આગળ લખ્યું, "તેથી મેં ચિંતા કરવાનું બંધ કરી દીધું છે. બાકીનું અલ્લાહ પર છોડી દીધું છે. તે મહેનત જુએ છે અને આપણી પ્રાર્થનાઓ પણ સાંભળે છે. આ  સરળ ન હતું પરંતુ હું મારી જાતને કહું છું કે આગળ વધતીરે હીના, ક્યારેય રોકાતી નહિ. કાલ રાતની વાત છે, હું ઘણા સમય પછી દુલ્હનની જેમ તૈયાર થઇ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application