હિમાલય વિસ્તારમાં આવેલી હિમનદીઓ છેલ્લા કેટલાક વર્ષેામાં ઝડપથી ઓગળી રહી હોવાના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, તાપમાનમાં વધારા અને હવામાનમાં થતા બદલાવની અસરને કારણે હિમનદીઓની જાડાઈ અને વિસ્તાર સતત ઘટી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર પ્રાકૃતિક સંતુલન માટે જ નહીં પરંતુ માનવ જીવન માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે.જો આ જ ઝડપે બરફ ઓગળવાનું શ રહેશે તો ઉતર ભારતની ૫૦ કરોડની વસ્તી પર અસ્તિત્વનો ખતરો સર્જાશે. તારણમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગંગોત્રી ગ્લેશિયર દર વર્ષે ૨૮થી ૩૦ મીટર સંકોચાઈ રહ્યા છે, જો ગ્લોબલ વામિગ નહી અટકે તો આ સદીના અતં સુધીમાં હિંદુકુશ હિમાલયના ૭૫ થી ૮૦ ટકા ગ્લેશિયર નામશેષ થઈ જશે. વિશ્વભરના નિષ્ણાતો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે જો
ધરતીનું તાપમાન આ જ રીતે વધતું રહેશે તો હિમાલયના હિમનદીઓનો મોટા પ્રમાણમાં નાશ થઈ શકે છે. હિમનદીઓ અનેક નદીઓના મુખ્ય ક્રોત છે, તેથી તેમના ઓગળવાના કારણે ભવિષ્યમાં પાણીની અછત સર્જાઈ શકે છે. શઆતમાં પાણીનો પ્રવાહ વધે છે, પરંતુ લાંબા ગાળે પાણીનો જથ્થો ઘટી જવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાંક દાયકાઓમાં હિમનદીઓના ઓગળવાની ગતિ દોઢથી બે ગણી વધી ગઈ છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ વૈશ્વિક ઉષ્ણતા છે, જેના કારણે હિમનો જમાવ ઓછો થાય છે અને ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. પરિણામે હિમનદીઓની સપાટી પાતળી થઈ રહી છે અને તેમનો વિસ્તાર ઘટી રહ્યો છે. આ બદલાવના પ્રત્યક્ષ પ્રભાવ પે હિમસ્ખલન, પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓની સંભાવના પણ વધી રહી છે. હિમનદીઓમાંથી બનેલા તળાવો તૂટી જાય તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, ખેતી અને પીવાના પાણી માટે આધાર રાખતા કરોડો લોકો પર પણ તેની સીધી અસર પડશે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવા જરી છે. ઉર્જા ઉપયોગમાં ઘટાડો, પ્રદૂષણ પર નિયંત્રણ અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી સમયની જરિયાત બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application