બંગાળની ખાડીમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે દેશભરમાં શિયાળો ડિસ્ટર્બ થઈ ગયો છે. લઘુતમ તાપમાનના પ્રમાણમાં સતત ઘટાડાને બ્રેક લાગી ગઈ છે અને ગુજરાત સહિત દેશભરમાં શિયાળો સ્થગિત થઈ ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ રહી છે તો બીજી બાજુ મહત્તમ તાપમાનમાં ઝડપથી વધારો થતો હોવાથી શિયાળાની સિઝનમાં લોકો દિવસ દરમિયાન ઉનાળાની ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. કચ્છમાં મહત્તમ તાપમાનમાં એક જ ધડાકે બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે. ભુજમાં બુધવારે મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી ઐંચું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભુજ નજીક આવેલ દ્રમાતા ખાતે ૩૫.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. કચ્છમાં ગરમી વધી છે અને નલિયા તથા કંડલામાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં ભુજ નલિયા કંડલા સહિતના સેન્ટરોમાં લઘુતમ અને મહત્તમ તાપમાન સૌથી નીચું રહેતું હોય છે.
બીજી બાજુ આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય ફેરફાર થવાના કારણે ઠંડી સ્થગિત થઈ ગઈ હોય તેવું લાગે છે. ભુજમાં ગઈકાલે ૧૮.૨ અને આજે ૧૯ નલિયામાં ગઈકાલે ૧૩.૮ અને આજે ૧૫.૪ અમરેલીમાં ગઈકાલે ૧૪ અને આજે ૧૪.૩ ડિગ્રીમાં લઘુતમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં આજે લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું છે. જે ગઈકાલ કરતા સામાન્ય વધુ છે. દ્રારકામાં ગઈકાલે ૨૦.૪ અને આજે ૨૦.૮ ડીગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.ઓખામાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીના વધારા સાથે આજે ૨૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે પોરબંદરમાં આજનું લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી છે જે ગઈકાલ કરતા અડધો ડિગ્રી વધુ છે. ડીસામાં ૧૫.૮ અમદાવાદમાં ૧૬.૫ વડોદરામાં ૧૪.૧ સુરતમાં ૧૯.૩ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. જે ગઈકાલ કરતાં થોડું ઓછું છે. ગિરનાર પર્વત ઉપર ઠંડીનું જોર યથાવત રહ્યું છે અને આજે ૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભવનાથ તળેટીમાં ૧૧.૬ અને જૂનાગઢમાં ૧૩.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભેજનું પ્રમાણ ૭૨% રહેવા પામ્યું છે.
બીજી બાજુ દક્ષિણ અને પૂર્વેાતરના રાયોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ તામિલનાડુ અને શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી હોવાથી તામિલનાડુ પુડીચેરી આંધ્ર પ્રદેશ અંદામાન નિકોબાર કેરલા સહિતના રાયોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબધં મૂકી દેવાયો છે. એટલું જ નહીં જે માછીમારો દરિયામાં ગયા છે તેમને પરત લાવવા માટે સમગ્ર તત્રં કામે લાગી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech