સાઉદી અરેબિયાએ ભારતમાંથી હજ પર જનારા હજયાત્રીઓને મોટી ભેટ આપી છે. હવે આ ભારતીય હજયાત્રીઓ જેદ્દાહ એરપોર્ટથી સાઉદી અરેબિયાની હાઈસ્પીડ ટ્રેન દ્રારા મક્કા જશે. આ યાત્રાળુઓની પ્રથમ બેચ ૨૬ મેના રોજ હાઇ સ્પીડ ટ્રેન મારફતે મક્કા મોકલવામાં આવી હતી.
હજ પર જનારા ભારતીયોને સાઉદી અરેબિયાએ મોટી ભેટ આપી છે. હવે હજ માટે જેદ્દાહ પહોંચનારા ભારતીયોને હરમૈન હાઈ–સ્પીડ ટ્રેન દ્રારા મક્કા જવાની તક મળશે. તેનાથી તેમની યાત્રા વધુ સુવિધાજનક બનશે. ભારતીય યાત્રાળુઓ પરંપરાગત રીતે હજુ પણ જેદ્દાહથી મક્કા જવા માટે સાઉદી અરેબિયન બસોનો ઉપયોગ કરે છે.જો કે, આ વર્ષે જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને હાઇ સ્પીડ રેલ સેવાનો ઉપયોગ કરીને લગભગ ૩૨,૦૦૦ ભારતીય હાજીઓના પરિવહન માટે વિશેષ વ્યવસ્થા કરી છે
ભારતીય રાજદૂતે ઉદઘાટન કયુ
આ નવી સેવાનું ઉધ્ઘાટન ભારત અને સાઉદી અરેબિયાના મુખ્ય અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત ડો. સુહેલ અજાઝ ખાન અને કોન્સ્યુલ જનરલ મોહમ્મદ શાહિદ આલમે જેદ્દાહ એરપોર્ટથી મક્કા જતી ટ્રેનમાં ભારતીય યાત્રાળુઓના પ્રથમ જૂથનું નેતૃત્વ કયુ હતું.એમ્બેસેડર ડો. સુહેલ એજાઝ ખાને કહ્યું, ભારતીય યાત્રાળુઓ માટે જ નહીં પરંતુ સાઉદી સત્તાવાળાઓ માટે પણ હાજીઓને જેદ્દાહ એરપોર્ટથી સીધા મક્કા સુધી ટ્રેન દ્રારા લઈ જવાનું આ પહેલું છે
જેદ્દાહથી મક્કા સુધીની મુસાફરીનો સમય ઘટશે
એક અહેવાલ અનુસાર, આ નવી પહેલ હજ માટે જનારા યાત્રિકો માટે આરામદાયક મુસાફરીમાં મદદ કરશે. આનાથી જેદ્દાહ અને મક્કા વચ્ચેનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે.હરમન હાઇ–સ્પીડ ટ્રેન ૩૦૦ કિમીકલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે, બસ સેવાની સરખામણીમાં મુસાફરીનો સમય અડધો કરી દે છે. સાઉદી અરેબિયાના આ નિર્ણયને હજયાત્રા માટે લોજિસ્ટિકસ સિસ્ટમમાં નોંધપાત્ર સુધારો માનવામાં આવી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech