BREAKING NEWS

કેશોદમાં હાઈ પ્રોફાઇલ સેકસ રેકેટ ઝડપાયું બે યુવતી, ત્રણ યુવક સહિત પાંચ ઝબ્બે

  • June 19, 2026 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ પોલીસે પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી કુટણખાનું ઝડપી લીધું હતું. કુટણખાનું મહિલા તેના બે સાગરીતો સાથે રાખીને ચલાવતી હતી સ્થળ પરથી બે યુવતી ત્રણ યુવક સહિત પાંચ ઝડપાયા હતા. યારે સંચાલિકાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ કેશોદમાં પ્રમુખ એપાર્ટમેન્ટ ચોથા માળેલ બ્લોક નંબર ૪૦૧ મા રહેતી યોતિ મેસવાણિયા તેના મળતીયા શ્યામ મકડિયા અને દ્રત્પમિત વખેચા ને સાથે રાખી મકાનમાં કુટણખાનું ચલાવતી હોવાની બાતમીને આધારે કેશોદ પીએસઆઇ મકવાણા સહિતની ટીમે મહિલાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. સ્થળ પરથી પોલીસે બે યુવતી તથા શ્યામ મકડિયા, દ્રત્પમિત મખેચા, બંને રહે કેશોદ યુનુસ યુવા (માંગરોળ) ત્રણ યુવકોને ઝડપી લીધા હતા. જોકે પોલીસના દરોડા દરમ્યાન સંચાલિકા યોતિબેન હાજર મળી આવી ન હતી. કેશોદ પોલીસે સ્થળ પરથી ૪૦ હજારની કિંમતના ચાર મોબાઇલ, ઉપરાંત ૧૬ કોન્ડોમ મળી કુલ ૬૭,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. અને સંચાલિકા તેના બે સાગરીત સહિત કુલ ચાર વિદ્ધ અનૈતિક વ્યાપાર અધિનિયમન એકટ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application