વિધાનસભાની કેન્ટિન અમૂલને સોંપાયા પછી વસુલાતા ઉંચા ભાવ: પરંપરાગત નાસ્તો આઉટ

  • September 13, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાની કેન્ટીન ફરી ચર્ચામાં આવી છે. અગાઉ જુની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ અને આરોગ્ય વિભાગ તેમજ તોલ માપ વિભાગના દિશા નિર્દેશનું પાલન થતું ન હતું. પરંતુ જૂની કેન્ટીન રીનોવેશન બાદ હવે તેને અમુલને ચલાવવા માટે આપી દેવામાં આવી છે. નવી કેન્ટીનમાં આ દરેક પાસાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ આ કેન્ટિનને લઈને એક ચર્ચાએ જોર પકડું છે.આ કેન્ટીનમા ચા,કોફી ના ભાવ બમણા ગાઠીયા,ગોટા,ફુલવડી,જેવો નાસ્તો રહયો જ નથી.હવે અમુલ ને ચલાવવા માટે આ કેન્ટીન આપી દેવામાં આવી છે .પરંતુ તેનુ સંચાલન વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના સગાને સોપવામા આવ્યુ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.ગઈ કાલે આ કેન્ટીનનો પ્રારભં મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો તે સમયે અમૂલ તરફથી નિશુલ્ક આઇસ્ક્રીમ તેમજ આમંત્રિત કેટલાક મહાનુભાવો અને ધારાસભ્યો માટે નિશુલ્ક હાઇ–ટી રાખવામાં આવી હતી. તે સમયે મફત મળતા આઈસ્ક્રીમને લૂંટવા લોકો રીતસર તૂટી પડા હતા. એક સમયે આઈસ્ક્રીમ પણ ખુટી પડો હતો.


અમુલ દ્રારા ચલાવવા આ કેન્ટીનમાં મોંઘા દાટ મેનુનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બજારમાં ૧૦ પિયાની મળતી ચા અમૂલના કેન્ટીનમાં રૂા.૨૦ની મળે છે જે સામાન્ય માણસ તો ઠીક અહીંના અધિકારીઓ અને કર્મચારીઓને પણ પોસાય તેમ નથી એટલું જ નહીં અહીં પીરસવામાં આવતી વાનગી પણ ૧૦૦ પિયા થી નીચેની તો નથી જ જેના કારણે આ કેન્ટીન ચાલશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે પરંતુ રાજકીય નેતાના કયા દબાણથી આ કેન્ટીન અમુલને આપી એટલું જ નહીં આ કેન્ટીનમાં ભાવો ઉપર નિયંત્રણ કેમ નથી તે સમજાતું નથી.ગુજરાતની પરંપરાગત વાનગીઓ મેનુમાંથી આઉટ થઈ ચુકી છે.વિધાનસભામાં આવનાર કોઈપણ મુલાકાતીને આ કેન્ટીન નો ભાવ પોસાય તેવો નથી એટલું જ નહીં પારંપરિક ગાંઠીયા પાપડી ફાફડા ગોટા ખમણ પાત્રા જેવી વાનગીઓ આ કેન્ટીનમાં જોવા મળતી નથી સામાન્ય રીતે જોવા જઈએ તો યારે પણ સત્ર ચાલતું હોય ત્યારે અહીં મુલાકાતે આવનાર વ્યકિત એ છેવાડાના ગામનો હોય છે.


ગુજરાતભરમાંથી વિધાર્થીઓના પ્રવાસ કાર્યક્રમો પણ યોજાતા હોય છે અને અહીંયા કેન્ટીનમાં વિધાર્થીઓને જમવા તેમજ નાસ્તાની વ્યવસ્થા જે તે ધારાસભ્ય કે મંત્રી દ્રારા કરવામાં આવતી હોય છે પરંતુ હવે મોંઘા ભાવના કારણે આ કેન્ટીનમાં કોણ આવશે? એક સવાલ ઉભો થયો છે.અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના શાસનમાં અમુલને કેન્ટીન આપી છે. જેમાં સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે છે એટલું જ નહીં શુદ્ધ શાકાહારી અને સ્વચ્છ નાસ્તો તેમજ ભોજન મળી રહે તેથી સુંદર વ્યવસ્થા આ અમૂલની કેન્ટીનમાં જોવા મળે છે. પરંતુ મૂળ મુદ્દોએ રહ્યો છે કે અહીં મળતી ચીજ વસ્તુઓના ભાવ અહીં આવનાર કોઈપણ વ્યકિતને પોસાય તેવા નથી ત્યારે અધ્યક્ષ દ્રારા આ બાબતે ગંભીરતા દાખવવામાં આવે તેવો ગણગણાટ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application